For Daily Alerts

સફળ રહ્યું ઉત્તર કોરિયાનું ત્રીજું પરમાણુ પરીક્ષણ
પ્યોંગયાંગ, 12 ફેબ્રુઆરી: ઉત્તર કોરિયાએ મંગળવારે જણાવ્યું કે અમેરિકાની દુશ્મનાવટભરી નીતિની સામે રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં ત્રીજા પરમાણુ પરિક્ષણને સફળતાપૂર્વક સંપન્ન કરી લેવાયું છે.
આંતરરાષ્ટ્રીય દેખરેખ એજન્સીઓએ પ્યોંગયાંગના પરમાણુ પરીક્ષણ સ્થળ નજીક ભૂગર્ભીય હલચલ અનુભવાઇ હતી. ભૂગર્ભીય હલચલની તીવ્રતા 4.9થી 5.1ની વચ્ચેથી અને તેની જાણ સ્થાનીય સમયાનુસાર સવારે 11 વાગ્યાને 57 મિનિટ પર ચાલ્યું. તેનું કેન્દ્ર કિલજુ કાઉંટીમાં હતું, જ્યાં ઉત્તર કોરિયાનું પરિક્ષણ સ્થળ પંગયેરી છે.
આ ઉત્તર કોરિયાનું ત્રીજુ પરમાણુ પરિક્ષણ હશે. આ પહેલા 2006 અને 2009ના વર્ષમાં પરમાણું પરીક્ષણ કરી ચૂક્યું છે.
આનાથી ન માત્ર અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના બીજા કાર્યકાળની શરૂઆતમાં જ સુરક્ષા અને કટૂનીતિક પડકાર ઉભો થશે જોકે ક્ષેત્રિય પાડોસીઓ ચીન, જાપાન, અને દક્ષિણ કોરિયા માટે પણ સમસ્યારૂપ બનશે. આ દેશોમાં નવું નેતૃત્વ આવી ચૂક્યું છે અથવા આવશે.
Comments
English summary
The South Korean government condemned the nuclear test by North Korea Tuesday, calling it a "clear violation" of UN resolutions. The South Korean military was put on high alert.
Story first published: Tuesday, February 12, 2013, 13:39 [IST]