For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પેનના રાજકુમારી મારિયા ટેરેસાનુ કોરોના વાયરસના કારણે મોત, રૉયલ ફેમિલીથી આવો પહેલો કેસ

કોરોના વાયરસના સંક્રમણના કારણે રૉયલ ફેમિલીમાં મોતનો પહેલો કેસ સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના કારણે દુનિયાભરના દેશ આની ચપેટમાં છે. કોરોના વાયરસના સંક્રમણ અને મોતના આંકડા સતત વધી રહ્યા છે. સામાન્યથી લઈને ખાસ સુધી બધા આ વાયરસની ચપેટમાં આવી રહ્યા છે. આ વાયરસના સંક્રમણના કારણે રૉયલ ફેમિલીમાં મોતનો પહેલો કેસ સામે આવ્યો છે. સ્પેનની રાજકુમારીનુ મોત કોરોના વાયરસના કારણે થયુ છે. કોરોના સંક્રમણના કારણે સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનુ મોત થઈ ગયુ છે. કોરોના વાયરસ પૉઝિટીવ મળ્યા બાદ તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો.

maria teressa

86 વર્ષના રાજકુમારી મારિયા ટેરેસાએ પેરિસમાં અંતિમ શ્વાસ લીધા. તેમના ભાઈ પ્રિન્સ સિક્સટો એનરિકે ડી બૉરબોને પોતાના ફેસબુક પોસ્ટ દ્વારા તેમના નિધનના સમાચાર આપ્યા. રાજકુમારીનુ નિધન 26 માર્ચે થઈ ગયુ હતુ. તમને જણાવી દઈએ કે આખી દુનિયામાં આ કોઈ પણ રૉયલ ફેમિલીનો પહેલો કેસ છે જ્યાં કોરોના વાયરસના સંક્રમણના કારણે મોત થયુ છે.

વિદેશી મીડિયા રિપોર્ટ મુજબ પ્રિન્સેસ મારિયા ટેરેસાને રેડ પ્રિંસેસના નામથી ઓળખવામાં આવતા હતા. પ્રિન્સેસ સામાજિક કાર્યોમાં ઉત્સાહભેર ભાગ લેતા હતા. સ્પેનમાં કોરોના વાયરસની ચપેટમાં આવનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. યુરોપીય દેશોમાં ઈટલી બાદ સ્પેન કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થયુ છે. દુનિયાભરના દેશ આ ગંભીર વાયરસની ચપેટમાં આવી ગયા છે. વળી, બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ કોરોના વાયરસથી પૉઝિટીવ છે. બ્રિટનમાં સ્થિતિ બગડી રહી છે. પ્રિન્સ ચાર્લ્સ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા બાદ બકિંઘમ પેલેસ પર કરોના વાયરસનો ખતરો મંડરાવા લાગ્યો છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસન પણ કોરોના વાયરસની ચપેટમાં છે.

આ પણ વાંચોઃ કોરોનાઃ PMOની સીધી નજર, ઈમરજન્સી સામે લડવા માટે 10 ગ્રુપ બનાવ્યાઆ પણ વાંચોઃ કોરોનાઃ PMOની સીધી નજર, ઈમરજન્સી સામે લડવા માટે 10 ગ્રુપ બનાવ્યા

English summary
Spanish princess becomes first royal to die from coronavirus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X