આતંકી હાફિઝે કાશ્મીર ઘાટીમાં હિંસા ફેલાવવાનું કર્યુ આહવાન

મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ અને લશ્કર-એ-તોયબાના પ્રમુખ આતંકી હાફિઝ સઈદે કાશ્મીર ઘાટીમાં હિંસા ફેલાવવાનું આહવાન કર્યુ છે.

મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ અને લશ્કર-એ-તોયબાના પ્રમુખ આતંકી હાફિઝ સઈદે કાશ્મીર ઘાટીમાં હિંસા ફેલાવવાનું આહવાન કર્યુ છે. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં પોતાના સમર્થકોને સંબોધિત કરતા આતંકી હાફિઝ સઈદે કાશ્મીરમાં ખુલ્લેઆમ હિંસા ફેલાવવાની વાત કહી છે. પાકિસ્તાનમાં ચાલી રહેલ ચૂંટણી અભિયાનમાં ભાગ લઈ રહેલ આતંકી હાફિઝે આઝાદ કાશ્મીરની કામના કરી છે.

hafeez

હાફિઝ સઈદે કહ્યુ, "એક નવા યુગની શરૂઆત થઈ ચૂકી છે અને અલ્લાહની મરજીથી કાશ્મીર એક સ્વતંત્ર રાજ્ય હશે. કાશ્મીરમાં ખૂનખરાબો થઈ રહ્યો છે અને અલ્લાહ તે જોઈ રહ્યા છે. તે પોતાનો નિર્ણય જણાવશે કારણકે બધા નિર્ણયો જન્નતમાંથી આવે છે, વોશિંગ્ટનથી નહિ. જન્નતથી આવતા નિર્ણયથી જ કાશ્મીર આઝાદ થશે."

કાશ્મીરમાં ચાલી રહેલ હિંસા પાછળ લશ્કરના આતંકીઓની બહુ મોટી ભૂમિકા છે અને હાફિઝ સઈદ પોતાના લડાકૂઓને ઘાટીમાં હિંસા ફેલાવવા માટે સતત મોકલી રહ્યો છે. હાફિઝનું આતંકી સંગઠન કાશ્મીરી યુવાનોને પત્થર ફેંકવા માટે ઉકસાવી રહ્યુ છે. પાકિસ્તાની ખુફિયા એજન્સી આઈએસઆઈ સાથે કામ કરી રહેલો હાફિઝ પત્થરબાજોની પ્રશંસા કરતો આવ્યો છે. જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝે રેલીમાં કહ્યુ કે, "મને યાદ છે કે જેમણે પોતાના જીવ ગુમાવ્યા અને જેમણે ભારતીય સેનાની બુલેટ સામે પત્થરનો ઉપયોગ કર્યો છે. અલ્લાહ જોઈ રહ્યા છે. ત્યાં સુધી કે જ્યારે તે મરતા હોય છે ત્યારે પણ પાકિસ્તાન અને કાશ્મીરની એકતાની વાત કરે છે. આ કાશ્મીરનો નવો યુગ છે અને મોદી (ભારતીય પ્રધાનમંત્રી) તેને રોકી નહિ શકે. કારણકે દરેક નિર્ણય જન્નતથી આવે છે."

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X