For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીલંકા બ્લાસ્ટઃ કોલંબોમાં ચર્ચ પાસે થયો વધુ એક ધમાકો, બોમ્બ ડિફ્યુઝ કરતા થયો બ્લાસ્ટ

સોમવારે શ્રીલંકાની રાજધાની કોલંબોમાં એક ચર્ચ પાસે વધુ એક ધમાકો થયો છે.

|
Google Oneindia Gujarati News

સોમવારે શ્રીલંકાની રાજધાની કોલંબોમાં એક ચર્ચ પાસે વધુ એક ધમાકો થયો છે. ન્યૂઝ એજન્સી રૉયટર્સ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ આ ધમાકો બોમ્બ ડિફ્યુઝ કરતી વખતે થયો છે. રવિવારે ઈસ્ટરના પ્રસંગે કોલંબો અને બીજી બે જગ્યાએ આઠ સીરિયલ બ્લાસ્ટ્સમાં 290 લોકોના મોત નીપજ્યા છે. આ હુમલામાં 500થી વધુ લોકો ઘાયલ પણ છે. શ્રીલંકાની સરકારનું કહેવુ છે કે આ હુમલાઓને સુસાઈડ બોમ્બર્સ તરફથી અંજામ આપવામાં આવ્યો તેમને વિદેશી મદદ મળી હતી.

srilanka explosion

રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાને જોઈએ મદદ

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાના ઓફિસ સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે રાષ્ટ્રપતિ બીજા દેશોની મદદ લેશે જેશી સીરિયલ બ્લાસ્ટ્સ પાછળની વિદેશી તાકાતો વિશે જાણી શકાય. આતંકીઓએ શ્રીલંકાના ચર્ચ અને ફાઈવ સ્ટાર હોટલ્સને હુમલાના નિશાન બનાવ્યા હતા. સરકાર તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ઈન્ટેલીજન્સ રિપોર્ટ્સમાં એ વાતની માહિતી મળી છે કે વિદેશ આતંકી સંગઠનોએ સ્થાનિક આતંકીઓની મદદ કરી હતી. એવામાં વિદેશી સરકારોની મદદની જરૂર પડશે.

આજે અડધી રાતથી લાગશે ઈમરજન્સી

વળી, બીજી તરફ સોમવારે અડધી રાતથી શ્રીલંકામાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ દેશમાં ઈમરજન્સી લગાવવાનું એલાન કર્યુ છે. શ્રીલંકાની સરકારનું માનવુ છે કે હુમલાને એક સ્થાનિક આતંકી સંગઠન જેને નેશનલ તોહીદ જમાત (એનટીજે) ના નામથી ઓળખવામાં આવે છે, તેને અંજામ આપ્યો છે. દેશમાં સોમવારથી ઈમરજન્સી લાગવાનો અર્થ હશે કે પોલિસ અને મિલિટ્રીને વધુ પાવર આપી દેવામાં આવશે. ઈમરજન્સી બાદ સેના અને પોલિસને શંકાસ્પદોની ધરપકડ કરવાની અને તેમની પૂછપરછ કરવા માટે કોર્ટના ઓર્ડર્સની જરૂર નહિ પડે. શ્રીલંકામાં સિવિલ વૉર સમયે આ રીતની ઈમરજન્સી લાગી હતી.

આ પણ વાંચોઃ શ્રીલંકા બ્લાસ્ટઃ હોટલમાં નાસ્તા માટે લાઈનમાં હતો હુમલાખોર અને દબાવી દીધુ બટનઆ પણ વાંચોઃ શ્રીલંકા બ્લાસ્ટઃ હોટલમાં નાસ્તા માટે લાઈનમાં હતો હુમલાખોર અને દબાવી દીધુ બટન

English summary
Fresh explosion in a van near Colombo church while Sri Lanka bomb squad officials were trying to defuse it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X