અર્જૂન રણતુંગાના આરોપો પર શ્રીલંકાની સરકારે બીસીસીઆઈ સચિવ જય શાહની માંગી માફી
Sri Lanka govt on ACC chairman Jay Shah: શ્રીલંકાની સરકારે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહની શ્રીલંકન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાની હાસ્યાસ્પદ ટિપ્પણી બદલ ઔપચારિક રીતે માફી માંગી છે.
શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ એક વિચિત્ર નિવેદન આપ્યું હતું અને શ્રીલંકન ક્રિકેટના પતન માટે જય શાહને જવાબદાર ગણાવ્યા હતા. તેણે આરોપ લગાવ્યો હતો કે જય શાહના કારણે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ બરબાદ થઈ રહ્યું છે.

શુક્રવારે (17 નવેમ્બર) શ્રીલંકાના સંસદીય સત્ર દરમિયાન શ્રીલંકાના બે મંત્રીઓ હરિન ફર્નાન્ડો અને કંચના વિજેસેકરાએ અર્જુન રણતુંગાના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જવાબદારી બાહ્ય સંસ્થાઓને બદલે શ્રીલંકાના પ્રશાસકોની છે.
મંત્રી કંચના વિજેસેકેરા, "એક સરકાર તરીકે અમે એશિયન ક્રિકેટ કાઉન્સિલના વડા જય શાહ પ્રત્યે અમારો અફસોસ વ્યક્ત કરીએ છીએ. અમે એશિયન ક્રિકેટ કાઉન્સિલના સચિવ અથવા અન્ય દેશો સામે તેમની સંસ્થાઓની ખામીઓ માટે આંગળી ના ઉઠાવી શકીએ. આ એક ખોટી ધારણા છે."
પ્રવાસન પ્રધાન હરિન ફર્નાન્ડોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે શ્રીલંકન ક્રિકેટ પર લાદવામાં આવેલા પ્રતિબંધને દૂર કરવા માટે જય શાહ સાથે વાતચીત શરૂ કરી છે. મંત્રી હરિન ફર્નાન્ડોએ ચેતવણી આપી હતી કે ICC પ્રતિબંધના દેશ માટે પ્રતિકૂળ પરિણામો આવી શકે છે. જેની અસર આવતા વર્ષે જાન્યુઆરીમાં યોજાનાર અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં જોવા મળી શકે છે. તેમણે કહ્યું, "જો ICCનો પ્રતિબંધ હટાવવામાં નહીં આવે તો કોઈ ટૂર્નામેન્ટ માટે શ્રીલંકાની મુલાકાત લેશે નહીં. શ્રીલંકાને ક્રિકેટ ટૂર્નામેન્ટમાંથી એક પૈસો પણ નહીં મળે."
તમને જણાવી દઈએ કે અર્જુન રણતુંગાએ કહ્યું હતું કે, 'એસએલસી અધિકારીઓ અને જય શાહ વચ્ચેના સંબંધોને કારણે તેઓ (બીસીસીઆઈ) એવી ધારણામાં છે કે તેઓ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને કચડી શકે છે અને તેને નિયંત્રિત કરી શકે છે. જય શાહ શ્રીલંકા ક્રિકેટ ચલાવી રહ્યા છે. જય શાહના દબાણને કારણે SLC બરબાદ થઈ રહી છે. એક માણસ ભારતમાં શ્રીલંકન ક્રિકેટને બરબાદ કરી રહ્યો છે. તેઓ માત્ર તેમના પિતાના કારણે શક્તિશાળી છે, જેઓ ભારતના ગૃહમંત્રી છે.'












Click it and Unblock the Notifications
