અખંડ શ્રીલંકામાં તમિલોને મળે ન્યાય: નરેન્દ્ર મોદી
વડાપ્રધાને શ્રીલંકાના તમામ પક્ષોને અપીલ કરી છે કે શ્રીલંકામાં સંવિધાનના 13માં સંશોધન પર આધારિત રાજનૈતિક સમાધાન શોધવા માટે તેઓ ભાગીદારી અને સામજસ્યની ભાવનાથી કાર્ય કરો. વડાપ્રધાને ટીએનએ પ્રતિનિધિમંડળને આશ્વાસન આપ્યું કે ભારત ઉત્તરી અને પૂર્વી શ્રીલંકામાં રાહત, પુનરુદ્ધાર અને પુનર્નિમાણ સહાયતા આપવાનું જારી રહેશે. તેમાં વિશેષ રીતે રહેઠાણ બનાવવા, રોજગાર પેદા કરવા, ક્ષમતા વધારવી, શિક્ષણ હોસ્પિટલ અને પ્રાથમિક માળખાથી સંબંધિત પરિયોજનાઓનો સમાવેશ થાય છે. મોદી સાથે મુલાકાત કરનારા આ પ્રતિનિધિમંડળમાં આર. સમ્પથન, મવાઇ એસ. સેનથિરાજા, કે. સુરેશ પ્રેમચંદ્રન, પી. સેલ્વારાજ, સેલ્વમ અડાઇક્કલનાથન અને એમ એ સુમંથીરનનો સમાવેશ થાય છે.
સંપથને જણાવ્યું કે મોદીએ અમારા ઉત્તરી પ્રાંતીય પરિષદના મુખ્યમંત્રી સીવી વિગ્નેશ્વરણથી મળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. મોદી અને ટીએનએ પ્રતિનિધિમંડળની વચ્ચે મુલાકાત દરમિયાન વડાપ્રધાનના મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્ર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ સચિવ સુજાતા સિંહ હાજર હતા.
ટીએનએના પ્રતિનિધિમંડળે વડાપ્રધાનને શ્રીલંકાની સ્થિતિની જાણકારી આપી અને રાષ્ટ્રીય સામંજસ્ય અને કેન્દ્ર દ્વારા રાજ્યોને આપવામાં આવેલ અધિકાર અંગે આકલન અને આશાઓથી અવગત કરાવ્યા. તમિળ નેશનલ એલાયંસના નેતાઓનો આ દૌર ભારત, શ્રીલંકા સરકાર અને ત્યાંના રાજનૈતિક દળોની સાથે સતત સંબંધ બનાવી રાખવાનો ભાગ છે.