For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીલંકા બ્લાસ્ટઃ ISISના 3 સુસાઈડ બોમ્બર્સ સર્ચ ઑપરેશનમાં ઠાર, અથડામણમાં 15 શંકસ્પદોના મોત

શ્રીલંકાના સુરક્ષાબળોએ સર્ચ ઑપરેશન દરમિયાન ISISના ત્રણ આત્મઘાતી હુમલાખોરોને ઠાર મારવામાં સફળતા મેળવી છે.

|
Google Oneindia Gujarati News

શ્રીલંકાના સુરક્ષાબળોએ સર્ચ ઑપરેશન દરમિયાન ISISના ત્રણ આત્મઘાતી હુમલાખોરોને ઠાર મારવામાં સફળતા મેળવી છે. જો કે એનકાઉન્ટરમાં 15 લોકોના મોત નીપજ્યા છે જેમાં છ બાળકો પણ શામેલ છે. તેમના મૃતદેહ પોલિસને મળી ગયા છે. આખી રાત આતંકીઓ અને જવાનો વચ્ચે ગોળીબાર થતો રહ્યો. સેનાના પ્રવકતા તરફથી શનિવારે આની માહિતી આપવામાં આવી. આ આતંકીઓને એ વખતે ઠાર મરાયા જ્યારે 21 એપ્રિલે થયેલા કોલંબો બ્લાસ્ટના અનુસંધાનમાં સર્ચ ઑપરેશન ચાલી રહ્યુ હતુ. શ્રીલંકાની ઑથોરિટીઝે ગુરુવારે થયેલા સુસાઈડ બ્લાસ્ટમાં 252 લોકો માર્યા ગયાની પુષ્ટિ કરી હતી.

srilanka blast

સર્ચ ઑપરેશન દરમિયાન અચાનક બ્લાસ્ટ

શુક્રવારે સાંજે શ્રીલંકાના બાટ્ટીકાલાઓથી લઈને સેંતામારુતુના અમારામાં સેના અને ISI આતંકીઓ વચ્ચે એનકાઉન્ટર શરૂ થયુ હતુ. ઈસ્ટરના પ્રસંગે એક હુમલો બાટ્ટીકાલાઓમાં પણ થયો હતો. પોલિસ પ્રવકતા તરફથી જણાવવામાં આવ્યુ છે કે જે 15 લોકો માર્યા ગયા છે તેમાં ત્રણ શંકાસ્પદ બોમ્બર્સ પણ છે. શ્રીલંકન મિલિટ્રીના પ્રવકતા સુમિત અટ્ટાપટ્ટુ તરફથી જણાવવામાં આવ્યુ છે કે જવાન કાલમુનાઈ સ્થિત એક ઘરમાં સર્ચ ઑપરેશન માટે દાખલ થવાની કોશિશ કરી રહ્યા હતા. અહીં ત્રણ ધમાકા થયા અને પછી એનકાઉન્ટર શરૂ થઈ ગયુ. અટ્ટાપટ્ટુતરફથી કહેવામાં આવ્યુ છે કે જવાનોએ એક સુરક્ષિત ઘરનું સર્ચ કર્યુ જ્યાંથી ભારે માત્રામાં વિસ્ફોટક મળી આવ્યો છે. તેમણે કહ્યુ કે માર્યા ગયેલા આતંકી નેશનલ તોહીદ જમાત (એનજેટી)ના સભ્ય હતા.

સીરિયા અને ઈજિપ્તના લોકો પણ કસ્ટડીમાં

સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે શ્રીલંકાના નવ સુસાઈડ બોમ્બર્સ કે જે ઘણા ભણેલા-ગણેલા હતા અને સારા ઘરોમાંથી આવતા હતા તેમણે ઈસ્ટરના પ્રસંગે થયેલા હુમલાને અંજામ આપ્યો છે. આમાંથી આઠની ઓળખ થઈ ચૂકી છે જેમાંથી એક મહિલા પણ શામેલ છે. પોલિસ તરફથી શુક્રવારે જણાવવામાં આવ્યુ હતુ કે 140 લોકોની તપાસ થઈ રહી છે જેમના ISIS સાથે સંબંધ છે. પોલિસે 76 લોકોને અત્યાર સુધીમાં કસ્ટડીમાં લીધા છે જેમાં સીરિયા અને ઈજિપ્તથી આવેલા વિદેશી પણ શામેલ છે. શ્રીલંકામાં હાલમાં આખી રાત સર્ચ ઑપરેશન દેશના અલગ અલગ ભાગોમાં ચાલી રહ્યુ છે. શ્રીલંકાની રાજધાની કોલંબોમાં 21 એપ્રિલના રોજ ઈસ્ટર સન્ડેના પ્રસંગે આઠ સીરિયલ બ્લાસ્ટ થયા હતા. કોલંબોની ત્રણ લક્ઝરી હોટલ્સ અને ત્રણ ચર્ચોને આતંકીઓએ નિશાન બનાવ્યા હતા. આ હુમલાની જવાબદારી મંગળવારે ISIS એ લીધી.

આ પણ વાંચોઃ રોહિત શેખર મર્ડર કેસઃ રાજકારણમાં પદ અને સંતાનની ઈચ્છાએ અપૂર્વાને બનાવી ખૂની!આ પણ વાંચોઃ રોહિત શેખર મર્ડર કેસઃ રાજકારણમાં પદ અને સંતાનની ઈચ્છાએ અપૂર્વાને બનાવી ખૂની!

English summary
15 ISIS men have been killed by Sri Lankan army. Gunmen opened fire on troops during police raid.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X