For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક એવું શહેર જે 70 વર્ષ બાદ દુનિયાના નકશા પર પરત ફરશે

By Super
|
Google Oneindia Gujarati News

stalingrad_map
બીજા વિશ્વયુદ્ધમાં હિટલરી જર્મનીની સેનાઓની સોવિયત સેનાના હાથે મળેલી પહેલી હારનો સાક્ષી બનેલુ ખોવાયેલું નાનું અમથુ શહેર 'સ્ટાલિનગ્રાદ' હવે 70 વર્ષના ઇતિહાસની ગુમનામીમાં વિતાવ્યા બાદ આજે એકવાર ફરીથી થોડાક સમય માટે દૂનિયાના નકશામાં પરત ફરશે.

સોવિયત નેતા જોસેફ સ્ટાલિનના નામવાળા આ શહેરને હાસલ કરવા માટે તાનાશાહ એડોલ્ફ હિટલરે પોતાની તમામ શક્તિનો ઉપયોગ કર્યો અને 200 દિવસ સુધી ત્યાં સોવિયત સૈનિક અને જર્મન સૈનિકોએ રસ્તાઓની આરપાર એકબીજા સાથે યુદ્ધ કર્યું હતું. સોવિયત સેના અને આખરે 2 ફેબ્રુઆરી 1943એ નાજી સેના પર જીત હાસલ કરી પરંતુ 20 લાખ સોવિયત નાગરિકોના મોત બાદ.

જીત સાથે જ સોવિયત સેનાએ પશ્ચિમમાં હિટલરની રાજધાની બર્લિન તરફથી ઐતિહાસિક કૂચ કરી હતી, તેના 27 મહિના બાદ હિટલરે આત્મહત્યા કરી હતી અને રશિયા સામ્યવાદની લાલ પરચમ જર્મન સંસદ ઉપર વિજય ધ્વજ તરીકે લગાવ્યો હતો. સોવિયત નેતૃત્વએ સ્ટાલિન વિરોધી મુહિમ હેઠળ વર્ષ 1961માં આ શહેરનું નામ બદલીને વોલ્ગોગ્રાદ કરી દીધો હતો.

સ્ટાલિનગ્રાદ અને બીજા વિશ્વયુદ્ધમાં મળેલી જીતનું આજે પણ દરેક રશિયન નાગરીક માટે વિશેષ મહત્વ છે અને કદાચ આ જ કારણ છે કે ક્મયુનિઝ્મની સત્તા વિદાયની બે સદીઓ બાદ પણ હાલના રાષ્ટ્રપતિ પુતિન દેશભક્તિના આ ઝજ્બાને જીવંત રાખવાના પ્રયાસોમાં રહે છે. તેમણે વર્ષ 2004માં સ્ટાલિનને તે મહત્વપૂર્મ બિંદૂ ગણાવ્યું હતુ, જ્યાં બીજા વિશ્વયુદ્ધે કરવટ બદલી હતી. તેની સાથે જ બીજા વિશ્વયુદ્ધમાં બહાદુર પ્રદર્શન કરનાર રશિયન 'હીરો શહેર'ની યાદીમાં શહેરના અધિકૃત નામ સ્ટાલિનગ્રાદ કરી નાંખ્યુ હતુ.

સ્ટાલિનગ્રાદ યુદ્ધમાં હિસ્સા લેનારા વયોવૃદ્ધ સૈનિક અને સંસદના નિચલા સદન ડ્રમામાં 20 ટકા બેઠક ધરાવનારી કોમ્યુનિસ્ટ પાર્ટીએ માંગ કરી છે કે શહેરનું નામ ફરીથી સ્ટાલિનગ્રાદ કરી દીધું હતું. જો કે, રશિયા સરકારને વયોવૃદ્ધ સૈનિકની માંગ પર અધિકૃત સમારોહમાં શહેરમાં સ્ટાલિનગ્રાદ નામથી જ સંબોધિત કરવામાં આવવાના પોતાના આદેશ પર મહોર લગાવી દીધી છે.

સ્ટાલિનગ્રાદ લડાઇની 70મી વર્ષગાંઠ પર વિજયના ઝજ્બાને પ્રદર્શિત કરવા માટં સેનાની બખ્તરબંદ ડિવીઝને સ્ટાલિનની વિશાળ તસવીર લાલ રંગના બેનર્સ પર લખેલા દેશભક્તિપૂર્ણ સૂત્રોચ્ચાર આ શહેરમાં પરત ફરી રહ્યાં છે. આ યુદ્ધમાં સોવિયત સેનાની કમાન સંભાળનારા જનરલ ગેઓર્ગી ઝુકોવના નામવાળા રસ્તા પર પ્રવેશ કરતા જ યાત્રીઓનું સ્વાગત વિશાળ લાલ સિતારા તથા સોવિયત સંઘના પ્રવાસના સૂત્રો સાથે થાય છે.

English summary
Russian lawmakers said the city of Volgograd will regain its wartime name but only for six days a year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X