For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US Violence: હિંસાના વિરોધમાં 3 મહિલા અધિકારીઓએ રાજીનામું આપ્યું

US Violence: હિંસાના વિરોધમાં 3 મહિલા અધિકારીઓએ રાજીનામું આપ્યું

|
Google Oneindia Gujarati News

અમેરિકી પ્રેસિડેન્શિયલ ચૂંટણી પરિણામો વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ કેપિટલ બિલ્ડિંગમાં ભારે હંગામો કર્યો. આ હિંસા અને હંગામાના વિરોધમાં વ્હાઈટ હાઉસની ત્રણ મહિલા અધિકારીઓએ રાજીનામાં આપી દીધું છે. આ ત્રણ મહિલા અધિકારી પાછલા ઘણા સમયથી ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન માટે કામ કરી રહી હતી. અમેરિકી વેબસાઈટ CNNમાં છપાયેલ રિપોર્ટ મુજબ અમેરિકાની ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ માટે કામ કરતી ચીફ ઑફ સ્ટાફ સ્ટેફની ગ્રિશમે પોતાનાં રાજીનામાં આપી દીધાં છે. સ્ટેફની ગ્રિશમ અગાઉ વ્હાઈટ હાઉસના પૂર્વ સંચાર અધિકારીઓ અને પ્રેસ સચિવના રૂપમાં કામ કરી ચૂકી છે.

donald trump

જ્યારે કેપિટલ બિલ્ડિંગમાં થયેલ હિંસાના વિરોધમાં રાજીનામું આપતી બીજી મહિલા અધિકારીનું નામ છે, અન્ના ક્રિસ્ટીના. અન્ના ક્રિસ્ટીનાએ વ્હાઈટ હાઉસમાં સોશિયલ સેક્રેટરીના પદથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપનાર ત્રીજી મહિલા પ્રેસ સહયોગી સારા મેથ્યૂઝ છે.

CNNએ દાવો કર્યો છે કે તેમણે વ્હાઈટ હાઉસના અધિકારીએ આ વાતની જાણકારી આપી છે. સ્ટેફની ગ્રિશમ, અન્ના ક્રિસ્ટીના અને સારા મેથ્યૂઝ સૌથી લાંબા સમય સુધી રહેતા ટ્રમ્પ પ્રશાસનની અધિકારીઓમાંથી એક હતી.

સ્ટેફની ગ્રિશમે રાજીનામાને લઈને શું કહ્યું?

સ્ટેફની ગ્રિશમે સીએનએન સાથે વાત કરતા કહ્યું કે, વ્હાઈટ હાઉસમાં કામ કરતા દેશની સેવા કરવું મારા માટે એક સન્માનની વાત છે. મિસ્ટર ટ્રમ્પના મિશનનો ભાગ થવામાં અને હરેક જગ્યાએ બાળકોની મદદ કરવા પર મને બહુ ગર્વ છે.

સ્ટેફની ગ્રિશમે પોતાના કાર્યકાળની શરૂઆત 2015માં તાત્કાલીન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પના પ્રચાર અભિયાનમાં એક પ્રેસ રેંગલરના રૂપમાં કરી હતી. જે બાદ તેઓ ડેપ્યૂટી પ્રેસ સચિવના રૂપમાં વ્હાઈટ હાઉસમાં આવી હતી. માર્ચ 2017માં સ્ટેફની ગ્રિશમ મેલાનિયા ટ્રમ્પ માટે ચીફ ઑફ સ્ટાફના પદ પર કામ કરવા લાગી.

આ પણ વાંચો

US: કેપિટલ બિલ્ડિંગમાં હિંસા બાદ ટ્રમ્પનુ ટ્વિટર અકાઉન્ટ 12 કલાક માટે લૉક, FB-YouTube એ પણ વીડિયો હટાવ્યાUS: કેપિટલ બિલ્ડિંગમાં હિંસા બાદ ટ્રમ્પનુ ટ્વિટર અકાઉન્ટ 12 કલાક માટે લૉક, FB-YouTube એ પણ વીડિયો હટાવ્યા

US Capital Violence: ટ્રમ્પ સમર્થકોનો કેપિટલ બિલ્ડિંગમાં હોબાળો, 1 મહિલાનુ મોત, બાઈડને કહ્યુ-રાજદ્રોહUS Capital Violence: ટ્રમ્પ સમર્થકોનો કેપિટલ બિલ્ડિંગમાં હોબાળો, 1 મહિલાનુ મોત, બાઈડને કહ્યુ-રાજદ્રોહ

જ્યારે અન્ના ક્રિસ્ટીનાએ રાજીનામા પર હજી કોઈ પ્રતિક્રિયા નથી આપી. અન્ના ક્રિસ્ટીનાએ ફેબ્રુઆરી 2017થી વ્હાઈટ હાઉસમાં સોશિયલ સેક્રેટરી તરીકે કામ કરી રહી છે. સોશિયલ સેક્રેટરી વ્હાઈટ હાઉસમાં તમામ કાર્યક્રમોનું આયોજન કરે છે અને વેસ્ટ વિંગમાં બેઠકને લઈ વાર્ષિક ઈસ્ટર એગ રોલ, હૈલોવીન, રાજ્ય મુલાકાત અને બંધારણીય કાર્યો કરે છે.

વ્હાઈટ હાઉસની પ્રેસ સહયોગી સારા મેથ્યૂઝે પણ બુધવારે રાતે રાજીનામું આપી દીધું. રાજીનામું આપ્યા બાદ તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે ટ્રમ્પ પ્રશાસનમાં દેશની સેવા કરવી ગર્વની વાત છે પરંતુ હિંસાના સમયમાં આજે મેં જે કંઈપણ જોયું તેનાથી બહુ વિચલિત છું. સારા મેથ્યૂઝે કહ્યું કે, "આપણા રાષ્ટ્રને સત્તાના શાંતિપૂર્ણ હસ્તાંતરણની જરૂરત છે."

English summary
Stephanie Grisham, Sarah Matthews and Anna Cristina Resigned from Donald Trump Administration
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X