'ગરીબ' પાકિસ્તાનને એરસ્પેસ બંધ થવાના કારણે દરરોજ 7 અબજનું નુકસાન
'ગરીબ' પાકિસ્તાનને એરસ્પેસ બંધ થવાના કારણે દરરોજ 7 અબજનું નુકસાન
ઈસ્લામાબાદઃ પાકિસ્તાન જે પહેલાથી જ આર્થિક તંગીનો સામનો કરી રહ્યું છે, એરસ્પેસ બંધ થવાના કારણે દરરોજ 100 મિલિયન ડૉલરનું નુકસાન થઈ રહ્યું છે. છતાં પણ તે એરસ્પેસ ખોલવા માટે રાજી નથી. 26 ફેબ્રુઆરીએ ઈન્ડિયન એરફોર્સ તરફથી બાલાકોટમાં કરાયેલ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને એરસ્પેસ બંધ રાખ્યું છે. એરસ્પેસ બંધ થવાના કારણે દરરોજ 400 ફ્લાઈટ પર અસર પડી રહી છે. પાકિસ્તાન સરકાર સાથે જોડાયેલ સૂત્રો તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે.

12 જુલાઈ સુધી એરસ્પેસ બંધ રહેશે
બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાન એરફોર્સના 24 જેટ્સ નિયંત્રણ રેખા પાર કરી જમ્મુ અને કાશ્મીરમાં દાખલ થયાં હતાં. જે બાદથી જ પાકિસ્તાને પોતાનું એરસ્પેસ બંધ રાખ્યું છે. 28 જૂને પાકિસ્તાનની સિવિલ એવિએસન ઑથોરિટી તરફથી 12 જુલાઈ સુધી એરસ્પેસ બંધ રાખવા અને ફ્લાઈટ્સના રૂટ બદલવાનું એલાન કર્યું હતું. પાકિસ્તાની અને વિદેશી એરલાઈન્સના હવાલેથી મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે દરરોજ 400 ફ્લાઈટ્સ પર અસર પડી રહી છે. આ ઉપરાંત કેટલાય એરલાઈન્સને એરસ્પેસ બંધ થવાના કારણે બીજા રસ્તેથી જવું પડી રહ્યું છે અને તેને કારણે સમય પણ વધુ લાગી રહ્યો છે. બાલાકોટ એરસ્ટ્રાઈક 14 ફેબ્રુઆરીએ થયેલ પુલવામા આતંકી હુમલાનો જવાબ હતી જેમાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતા.

100 મિલિયન ડોલરનું નુકસાન
એરસ્પેસ બંધ થવાના કારણે જ ઈંધણ પર ખર્ચ, ઓપરેશનલ કોસ્ટ અને મેનટેનન્સ કોસ્ટ તો વધી જ છે સાથોસાથ એરક્રૂને પણ મોડે સુધી ડ્યૂટી કરવી પડી રહી છે. રૂટ નેવિગેશન અને એરપોર્ટ ચાર્જિસને કારણે સીએએના રેવન્યૂમાં પણ કમી આવી છે. આ ચાર્જ એરક્રાફ્ટની શ્રેણી અને પાકિસ્તાની એરસ્પેસમાં નક્કી કરવામાં આવેલ દૂરી પર નિર્ભર કરે છે. પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સને દરરોજ લગભગ 460000 ડૉલરનું નુકસાન આવી રહ્યું છે. પીઆઈએની કુઆલાલંપુર, બેન્કોક અને દિલ્હીની ફ્લાઈટ્સ કેન્સલ છે. સીએએ અને પીઆઈએના કુલ નુકસાનની વાત કરીએ તો આ અંદાજીત 760000 ડૉલરની આજુબાજુ છે. આના કારણે જ એરસ્પેસ બંધ થવાના કારણે પાકિસ્તાનને 100 મિલિયન ડૉલરનું નુકસાન થઈ રહ્યું છે.

ભારત બાલાકોટને પુનરાવર્તિત ન કરવાનું વચન આપે
પાછલા દિવસોમાં આવેલ સમાચારો મુજબ ઈમરાન ખાનની સરકાર ત્યાર સુધી પોતાની તમામ એરસ્પેસને બંધ રાખશે જ્યાં સુધી ભારત તેમને વચન નહિ આપે કે બીજીવાર બાલાકોટ જેવો હવાઈ હુમલો નહિ કરવામાં આવે. સૂત્રો મુજબ એરસ્પેસ ત્યારે જ ખોલવામાં આવશે જ્યારે ભારત તરફથી બાલાકોટ હવાઈ હુમલો બીજીવાર ન કરવાનું વચન આપવામાં આવે. 27 માર્ચે પાકિસ્તાને પણ ફ્લાઈટ્સ માટે પોતાનું એરસ્પેસ ખોલ્યું હતું પરંતુ માત્ર ભારત માટે આને બંધ રાખ્યું હતું. 15 મે બાદથી ઈસ્ટર્ન એરસ્પેસ પરના બેનને પાકિસ્તાને ત્રણ વખત વધાર્યું છે.

પાકિસ્તાનને જ નુકસાન
આઈએએફ ચીફ એર ચીફ માર્શલ બીએસ ધનોઆ મુજબ પાકિસ્તાનના એરસ્પેસને બંધ થવું, પાડોશી દેશ માટે એક મોટી સમસ્યા છે. તેનાથી ભારતને કોઈ ફરક નહિ પડે. એર ચીફ માર્શલ ધનોઆ મુજબ આઈએએ આ વાતને લઈ સુનિશ્ચિત હતી કે પાકિસ્તાનની સાથે તણા બાદ પણ દેશના સિવિલ એવિએશન પર કોઈ અસર ન પડે. આ દરમિયાન આઈએએફ ચીફે પણ બાલાકોટ એરસ્ટ્રાઈક વિશે વાત કરી. તેમણે કહ્યું કે આ એર સ્ટ્રાઈકને જે હેતુથી અંજામ આપવામાં આવ્યો, આઈએએફ એ મકસદ હાંસલ કરવામાં સફળ રહી.












Click it and Unblock the Notifications
