બોસ્ટન બ્લાસ્ટ: નદી કિનારેથી મળી સુનિલ ત્રિપાઠીની લાશ
બોસ્ટન, 26 એપ્રિલ: અમેરિકન પ્રોવિડેંસ નદીથી મળી આવેલી લાશને ભારતીય મૂળના વિદ્યાર્થી સુનિલ ત્રિપાઠી સાથે જોડીને જોવામાં આવે છે. જેને ભૂલથી સોશિયલ મીડિયા પર બોસ્ટન હુમલાના આરોપી ગણાવ્યો હતો. એબીપી ન્યૂઝના અનુસાર પ્રવક્તા દારા ચૈડવિકનું કહેવું છે કે રોડ આઇલેંડના તબીબી તપાસણી કાર્યાલયમાં લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે અને હજી સુધી તેની ઓળખ સંબંધીત જાણકારી સામે આવી નથી. લાશ ઓળખ સુનિલ ત્રિપાઠીના રૂપમાં કરવામાં આવી છે.
પ્રોવિડેંસ પોલીસ ડિપાર્ટમેન્ટના કમાંડર થોમસ ઓએટ્સે કહ્યું હતું કે 20-21 વર્ષના એક છોકરાની લાશ મળી આવી છે જે થોડો સમય પાણીમાં રહ્યો હતો. બ્રાઉન યુનિવર્સિટી સામે મનોવિજ્ઞાનનો 22 વર્ષીય વિદ્યાર્થી સુનિલ 16 માર્ચથી ગાયબ હતો પરંતુ એફબીઆઇ દ્રારા બોસ્ટન હુમલાના સંદિગ્ધનો ફોટો જાહેર કરવામાં આવ્યા બાદ સોશિયલ મીડિયા પર હુમલાવર હોવાની ચર્ચા શરૂ થઇ ગઇ હતી.

સુનિલ ત્રિપાઠીના પરિવારે ફેસબુક પર તેની શોધ કરવાની માંગણી કરી છે. સોમવારે સોશિયલ મીડિયા વેબસાઇટ રેડિટે બોસ્ટન ધમાકામાં કેટલાક વિશેષ લોકોએ ભૂલથી સંદિગ્ધ રીતે નામ લેતાં સાર્વજનિક રીતે માફી પણ માંગી છે. ભૂલથી જે લોકોની ઓળખ ધમાકાના મુદ્દે સંદિગ્ધ તરીકે કરવામાં આવી, તેમાં સુનિલ ત્રિપાઠીનું નામ પણ સામેલ છે. સુનિલ ત્રિપાઠીની બહેન સંગીતાએ બીબીસીને જણાવ્યું હતું કે જે ગતિએ ખોટા દાવા પ્રસર્યા છે તેનાથી તેના પરિવારને ચિંતા થઇ છે. તેમનું કહેવું છે કે તેમના ભાઇનું નામ આવ્યા બાદ મીડિયાએ તેમના ઘરને ઘેરી લીધું હતું.












Click it and Unblock the Notifications
