For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી-નવાઝ વચ્ચે નક્કાર વાતની શરૂઆત : સરતાજ અઝીઝ

|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 28 મે : પાકિસ્તાને જણાવ્યું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ વચ્ચે થયેલી બેઠકમાં દરેક મુદ્દે નક્કર વાતચીત કરવામાં આવી હતી. બુધવારે આ અંગેની માહિતી એક પ્રેસ કોન્ફરન્સમાં આપતા નવાઝ શરીફના સલાહકાર સરતાજ અઝીઝે જણાવ્યું કે બંને દેશો વચ્ચેની વાતચીત સકારાત્મક રહી છે અને જેટલી આશા હતી, તેનાથી વધારે સારી વાતચીત થઇ છે.

સરતાજે જણાવ્યું કે મોદી અને શરીફ વચ્ચે શાંતિથી ચર્ચા યોજાઇ હતી. આ મુલાકાત માત્ર ફોટો ખેંચવા પૂરતી ન હતી. તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદી અને નવાઝ શરીફ વચ્ચે એકાંતમાં પણ વાતચીત થઇ. તેમણે આ મુદ્દે મોદી સરકારની તારીફ કરી છે.

તેમણે જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન સાથે મળીને આતંકવાદ સામે લડવા તૈયાર છે. તેમણે જણાવ્યું કે લાહોર સમજુતિ અંતર્ગત કાશ્મીર પર બંને દેશો વચ્ચે વાતચીત થશે. સરતાજે સ્પષ્ટ જણાવ્યું કે બંને દેશો વચ્ચે વાતચીતનો એજન્ડા માત્ર કાશ્મીર ન હતો. પરંતુ કાશ્મીર પર હુર્રિયતની અવગણના કરી શકાય તેમ નથી.

sartaj-aziz-pakistan.

આ પહેલાના ઘટનાક્રમમાં આજે જ ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પોતાનો કાર્યભાર સંભાળી લીધા બાદ યોજેલી પ્રથમ પ્રેસ કોન્ફરન્સમા જણાવ્યું કે અમે સમગ્ર દુનિયા સાથે સારા સંબંધો જાળવવા માંગીએ છીએ. આ પહેલા અમે સાર્ક દેશો સાથે વાતચીત કરી છે. સુષ્માએ ભારત અને પાકિસ્તાન માટે જણાવ્યું કે બંને દેશોના વડાપ્રધાન વચ્ચે વાતચીત સફળ થઇ છે. અમે ઇચ્છીએ છીએ કે પાકિસ્તાન સાથે સારા સંબંધો રહે.

મંગળવારે નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ વચ્ચે પણ બેઠક યોજીઇ હતી. હૈદરાબાદ હાઉસ પહોંચેલા નવાઝ શરીફનું ભાવપૂર્વક સ્વાગત કરાયા બાદ બંને નેતાઓ ઉત્સાહભેર મળ્યા હતા. આ બેઠક અંદાજે 50 મીનિટ ચાલી હતી. આ બેઠકમાં નરેન્દ્ર મોદીની સાથે વિદેશ મંત્રી બનેલા સુષ્મા સ્વરાજ પણ જોડાયા હતા.

અડધા કલાકથી પણ વધારે સમય માટે યોજાયેલી બેઠકમાં બંને દેશોના પારસ્પરિક સંબંધોને વધારે મજબૂત બનાવવા અંગે વાત થઇ હતી. આ ઉપરાંત પાછલા સપ્તાહે હેરાતમાં ભારતીય દૂતાવાસ પર થયેલા હુમલા અંગે પણ વાત કરવામાં આવી હતી. આ બેઠકના મુખ્ય મુદ્દાઓ આ મુજબ હતા...

1. આતંકવાદી હુમલાઓનો અંત આવવો જોઇએ
2. 26/11ની ટ્રાયલ અસંતોષકારી અને ધીમી છે
3. 26/11ના મુખ્ય માસ્ટર માઇન્ડસ સામે પગલાં શા માટે નહીં?
4. આતંકવાદ મુદ્દે પ્રાદેશિક સહયોગ વધારવામાં આવે.

English summary
Sartaj Aziz, advisor to the Pakistan's PM told a press conference that since Modi and Sharif met during a ceremonial occasion, Kashmir was discussed, but it was not substantially on the agenda.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X