Sunita williams latest news : સુનિતા વિલિયમ્સ-બૂચ વિલ્મોરને અવકાશમાંથી પાછા લાવવા મિશન સફળતાપૂર્વક લોન્ચ
Sunita williams latest news : અમેરિકન સ્પેસ સંસ્થા નાસા (NASA) અને ખાનગી અવકાશયાત્રા કંપની સ્પેસએક્સ (SpaceX) એ મળીને ક્રૂ-10 મિશનનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું છે.
આ મિશન અંતર્ગત ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર નવ મહિનાથી અટવાયેલા ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી અવકાશયાત્રી બૂચ વિલ્મોરને પરત લાવવામાં આવશે.

ફાલ્કન 9 રોકેટે 14 માર્ચે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ભારતીય સમય મુજબ સાંજે 7:03 વાગ્યે ઉડાન ભરી. આ મિશન અંતર્ગત ચાર નવા અવકાશયાત્રીઓને ISS પર મોકલવામાં આવ્યા છે, જે ત્યાં કાર્યરત ક્રૂ-9ના અવકાશયાત્રીઓને બદલશે.
નવા અવકાશયાત્રીઓમાં નાસાના એન મેકક્લેન અને નિકોલ આયર્સ, જાપાનની JAXA અવકાશ સંસ્થાના તાકુયા ઓનિશી અને રશિયાની Roscosmos અવકાશ સંસ્થાના કિરીલ પેસ્કોવ સામેલ છે.
આ અવકાશયાત્રી ISS પર સુનિતા વિલિયમ્સ, બૂચ વિલ્મોર અને અન્ય બે અવકાશયાત્રીઓની જગ્યાએ જઈ રહ્યા છે, જેથી તેઓ પરત આવી શકે.
યુએસ ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે મિશન લોન્ચ પહેલા એક ખાસ વીડિયો સંદેશ આપ્યો, જેમાં તેમણે કહ્યું કે, હું માત્ર એટલું કહેવા માંગુ છું કે અમે તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. અમે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ અને ટૂંક સમયમાં તેમને ઘરે આવકારવા આતુર છીએ.
મિશન ક્રૂ-10 અવકાશયાન 15 માર્ચે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચશે અને ત્યાં ડોક કરશે. નવા અવકાશયાત્રીઓ પ્રથમ થોડા દિવસો ક્રૂ-9ની કામગીરી સમજવા અને એડજસ્ટ થવામાં વિતાવશે. ત્યારબાદ 19 માર્ચ આસપાસ ISS છોડશે.
અગાઉ 12 માર્ચે ક્રૂ-10 મિશન લોન્ચ થવાનું હતું પરંતુ સ્પેસએક્સની ગ્રાઉન્ડ સિસ્ટમમાં એક સમસ્યા ઉદ્ભવી હતી. જો કે, નાસાએ જણાવ્યું હતું કે હવે આ ટેકનિકલ ખામીઓને દૂર કરવામાં આવી છે અને 15 માર્ચે અવકાશયાનની લાન્ચિંગ માટે હવામાન પણ 95% અનુકૂળ છે.
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર જૂન 2024માં ISS પર પહોંચ્યા હતા અને તેમણે ત્યાં માત્ર એક અઠવાડિયું રહેવાનું હતું. પરંતુ ટેકનિકલ અને અન્ય કારણોસર તેઓ ત્યાં 9 મહિના સુધી અટવાયેલા રહ્યા. હવે ક્રૂ-10 મિશન તેમની સુરક્ષિત પૃથ્વી પર વાપસી સુનિશ્ચિત કરશે.












Click it and Unblock the Notifications
