For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનના આ શહેર પર મહા-તબાહીનો ખતરો, લાખો લોકોના જીવ પર તલવાર લટકી

ચીનના આ શહેર પર મહા-તબાહીનો ખતરો, લાખો લોકોના જીવ પર તલવાર લટકી

|
Google Oneindia Gujarati News

કોરોના મહામારીની સચ્ચાઈ છૂપાવી વિશ્વભરના લાખો લોકોનો જીવ લેનાર ચીન પોતાના જ જૂઠાણામાં ખરાબ રીતે ફસાઈ ગયું છે. આખા વિશ્વ માટે ષડયંત્ર રચનાર ચીને આ વખતે પોતાના જ પગ પર કુવાડો માર્યો છે, અને તેનું પરિણામ માત્રને માત્ર ચીને જ ભોગવવું પડશે. જણાવી દઈે કે ચીનની લાખો લોકોની વસ્તી વાળા શહેર તાઈશનમાં પરમાણુ પ્લાન્ટ છે, તેમાંથી રેડિએશન શરૂ થઈ ચૂક્યું છે. રેડિયેશન પાછલા અઠવાડિયે જ શરૂ થયું હતું પરંતુ ચીન હંમેશા સચ્ચાઈ છૂપાવતું રહ્યું. પરંતુ હવે ચીને સ્વીકાર્યું કે તાઈવાન શહેરમાં રેડિયેશન થઈ રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ચીને જે લાપરવાહી કરી છે, તેનાથી તાઈશન શહેરમાં મોટો વિસ્ફોટ થઈ શકે છે, જેનાથી લાખો લોકોના મોત થઈ શકે છે.

પરમાણુ પ્લાન્ટથી તબાહીનો ખતરો

પરમાણુ પ્લાન્ટથી તબાહીનો ખતરો

તાઈશાન શહેર ચીનના ગુઆંગદોંગ પ્રાંતમાં આવેલો છે, જ્યાં ચીને ફ્રાંસની એક કંપની સાથે મળી ન્યૂક્લિયર પ્લાન્ટ બનાવ્યો હતો. ફ્રાંસની આ કંપનીનું નામ ઈડીએફ અને આ કંપનીના પરમાણુ પ્લાન્ટમાં 30 ટકાની ભાગીદારી છે. અને પરમાણુ પ્લાન્ટથી રેડિયેશન થવાની વાત દુનિયાને માલૂમ પડી ગઈ છે, કેમ કે ફ્રાંસીસી કંપનીએ રેડિયેશનના થોડા દિવસો બાદ અમેરિકા પાસેથી મદદ માંગવી શરૂ કરી દીધી છે. ફ્રાંસની કંપનીએ 4 દિવસ પહેલા જ કહ્યું હતું કે ન્યૂક્લિયર પ્લાન્ટથી રેડિયેશન થઈ રહ્યું છે, પરંતુ ચીનની કોમ્યૂનિસ્ટ પાર્ટીની સરકારે ફ્રાંસીસી કંપનીની વાત નકારી કાઢી હતી. પરંતુ હવે ચીને તાઈશન શહેરમાં રેડિયેશન થતું હોવાનું માન્યું છે. પરંતુ કેટલાય રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું કે રેડિયેશન થવાની સાથે જ ચીન પોતાની ભયંકર લાપરવાહી છૂપાવવાની કોશિશમાં લાગી ગયું છે.

JOIN TELEGRAM CHANNEL

આ શહેરમાં 10 લાખની વસ્તી

આ શહેરમાં 10 લાખની વસ્તી

ગુઆંગદોંગ પ્રાંતમાં આવેલ તાઈશન શહેરની વસ્તી 10 લાખથી વધુ છે અને હવે શરૂઆતી જૂઠ બાદ ચીને માની લીધું કે શહેરમાં રેડિયેશન શરૂ થઈ ચૂક્યું છે અને પરમાણુ પ્લાન્ટથી રેડિયોએક્ટિવ તત્વ નીકળી રહ્યા છે, જે માણસોની જિંદગીને પળભરમાં ખતમ કરવાની સાથે જ આગામી નસ્લ માટે પણ ખતરનાક છે. એવામાં આશંકા એ વાતની જતાવાઈ રહી છે કે ચીનની આ લાપરવાહી ક્યાંક આખા તાઈશનને બરબાદ ન કરી નાખે. ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ આ ન્યૂક્લિયર પ્લાન્ટને બચાવવામાં પોતાની પૂરી તાકાત લગાવી રહ્યા છે.

કેમ શરૂ થયું રેડિયેશન?

કેમ શરૂ થયું રેડિયેશન?

ચીનના આ ન્યૂક્લિયર પ્લાન્ટમાં ફ્રાંસની કંપની ઈડીએફની 30 ટકા જેટલી ભાગીદારી છે અને ઈડીએફે કહ્યું કે પરમાણુ સંયંત્રમાં ક્રિપ્ટન અને ક્સીનન ગેસનું નિર્માણ થઈ રહ્યું હતું. આ બંને ગેસ અક્રિય ગેસ (Inert Gases) છે. પરંતુ નિર્માણ દરમિયાન આ બંને અક્રિય ગેસે મળીને તાઈશન પ્લાન્ટના યૂનિટ 1ના પ્રાથમિક સર્કિટને નુકસાન પહોંચાડ્યું છે. જો કે ફ્રાંસીસી કંપનીએ કહ્યું કે આ ઘટનાની જાણકારી મળી ગઈ હતી અને પછી તેનું અધ્યયન કરવું પણ શરી કરૂ દેવાયું હતું.

ચીન સાચું બોલી રહ્યું છે કે જૂઠું?

ચીન સાચું બોલી રહ્યું છે કે જૂઠું?

આ ન્યૂક્લિયર પ્લાન્ટમાં મોટાભાગની ભાગીદારી રાખનાર ચીની કંપની સીજીએને આ ઘટના બાદ કહ્યુ્ં કે કંપની તરફથી દરેક સુરા માપદંડોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે ચીનની ન્યૂક્લિયર સેફ્ટી એડમિનિસ્ટ્રેશન એટલે કે સીએનએસએએ કહ્યું કે શહેરમાં રેડિયેશન તો ફેલાઈ રહ્યું છે, પરંતુ અત્યારે રેડિયેશનની ક્ષમતા ઓછી છે. પરંતુ અમેરિકી ન્યૂજ પેપર સીએનએને ચીની એજન્સીના દાવા પર સવાલ ઉઠાવતા કહ્યું કે તાઈશન શહેરના બાહરી વિસ્તારોમાં જઈને રેડિયેશનની ક્ષમતા માપવામાં આવી રહી છે, જેથી બહુ મોટા જૂઠ પર પડદો નાખી શકાય. જણાવી દઈએ કે વીજળીની સમસ્યા ખતમ કરી શકાય તે માટે ચીન સતત ન્યૂક્લિયર પ્લાન્ટ વિકસાવી રહ્યું છે. રિપોર્ટ મુજબ ચીનમાં હાલ 16 ન્યૂક્લિયર રિએક્ટર એક્ટિવ છે, જેનાથી ચીનમાં 51 હજાર મેગાવૉટ વીજળી ઉત્પાદન થાય છે. જેથી ચીન નથી ઈચ્છતું કે તાઈશન ન્યૂક્લિયર પ્લાન્ટ બંધ થાય અથવા તો કેટલીક ઈન્ડસ્ટ્રીના કામ બંધ થઈ જાય.

તાઇશન પ્લાંટથી ખતરો

તાઇશન પ્લાંટથી ખતરો

ન્યૂક્લિયર રેડિયેશન કોઈપણ શહેરમાં તબાહી મચાવવા માટે કાફી હોય છે, પરંતુ તાઈશન શહેરમાં વાસ્તવિક રીતે રેડિયેશનનું લેવલ કેટલું છે તેની સચ્ચાઈ હજી સામે નથી આવી. સીએનએને એક એક્સપર્ટના હવાલેથી લખ્યું કે ચીન જે દાવા કરી રહ્યું છે તે જો સાચા છે તો હાલ તાઈશન શહેરના લોકો પર રેડિયેશનની ઓછી અસર થશે. એક્સપર્ટ્સે કહ્યું કે રેિયેશન જો હવામાં ફેલાય તો તેની અસર થાય છે, પરંતુ ચીનનો દાવો જો સાચો હોય તો હાલ ખતરો ઓછો છે. પરંતુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે હાલાત ચિંતાજનક પણ થઈ શકે છે. કેમ કે જ્યારે યૂક્રેનના ચેર્નોબેલના ન્યૂક્લિયર પ્લાન્ટમાં આવા પ્રકારનું રેડિયેશન બહાર આવ્યું હતું ત્યારે સેંકડો લોકોના મોત થયાં હતાં અને જે પ્લાન્ટમાં ખરાબી આવી હતી, તેની ચારો તરફ કોંક્રીટની એક વિશાળ દિવાલ બનાવવામાં આવી હતી, જેથી રેડિયેશન દિવાલની અંદર જ રહે.

ચેર્નોબિલ ન્યૂક્લિયર પ્લાન્ટ ઘટના

ચેર્નોબિલ ન્યૂક્લિયર પ્લાન્ટ ઘટના

જણાવી દઈએ કે યૂક્રેનના ચેર્નોબિલમાં 26 એપ્રિલ 1986ના રોજ ભયાનક પરમાણુ ઘટના ઘટી હતી. ચેર્નોબિલ ન્યૂક્લિયર પ્લાંટમાં એક પ્રણાલીના પરીક્ષણ દરમિયાન વિનાશકારી ધમાકો થયો હતો. જેમાં સેંકડો લોકો મૃત્યુ પામ્યા હતા અને ઘટના બાદ સાડા ત્રણ લાખ લોકોએ વિસ્થાપિત થવું પડ્યુ્ં હતું. ઘટના બાદ પ્લાંટના યૂનિટ નંબર 4ને કોંક્રિટની મોટી દિવાલથી બંધ કરી દેવામાં આવ્યું હતું જેથી રેડિયોએક્ટિવ પદાર્થ બહાર ન આવે. રિપોર્ટ મુજબ એ ઘટનામાં જાનમાલને કંઈ નુકસાન નહોતું થયું. રિપોર્ટ મુજબ ચેર્નોબિલ પરમાણુ સંયંત્ર ઘટનાની સૌથી વધુ અસર બેલારૂસ પર થઈ હતી.

English summary
taishan nuclear plant became biggest threat for city
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X