તાઇવાનમાં ફરી આવ્યો ભૂકંપ, આ વખતે ભૂકંપની તીવ્રતા હતી 6.4

Posted By:
Subscribe to Oneindia News

તાઇવાનના હુવાલેનમાં મંગળવારે એક વાર ફરી ભૂકંપ લોકોએ અનુભવ્યો હતો. ભૂકંપના કારણે એક હોટલ પડી ભાંગી હોવાના ખબર પણ આવ્યા છે. ભૂકંપના ખૂબ જ તીવ્ર આંચકા તાઇવાનમાં લોકોએ અનુભવ્યા હતા. અને ત્યાંની રાજધાની તાઇપેમાં પણ ભૂકંપના કારણે મકાનો હલવા લાગ્યા હતા. જેના કારણે લોકોએ ડરના માર્યા ઘરની બહાર ભાગી આવ્યા હતા. લોકલ મીડિયા મુજબ આસપાસના બીજા શહેરોમાં પણ ભૂંકપના આંચકા અનુભવાયા હતા. જો કે એક હોટલને થયેલા નુક્શાન સિવાય જાનમાલના મોટા નુક્શાનની કોઇ ખબર હજી નથી આવી.

earthquake

નોંધનીય છે કે ભૂકંપની દ્રષ્ટ્રીએ તાઇવાન ખૂબ જ સંવેદનશીલ છે. અને અહીં વારંવાર ભૂકંપ આવતા રહેતા હોય છે. જેના કારણે અહીં અવાર નવાર નુક્શાન થતું રહેતું હોય છે. રવિવારે પણ તાઇવાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રવિવારે ભૂકંપની કેન્દ્ર બિંદુ પોર્ટ સિટી હુવાલેનથી 15 કિમી ઉત્તરમાં હતો. યુએસજીએસ મુજબ તે ભૂકંપની તીવ્રતા 6.1 હતી. યુએસજીએસના કહેવા મુજબ ભૂકંપ પછી પણ તેજ આંચકા આવવાની સંભાવના હતા. જો કે રવિવાર પછી ફરી અહીં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આમ એક પછી એક ભૂકંપના આંચકાથી તાઇવાનની ધરતી હલી રહી છે.

English summary
Taiwan struck by earthquake measuring 6.4 magnitude. Read here more news on it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.