કાબુલમાં આતંકી હુમલો, કરજઇના ઘરની બહાર બ્લાસ્ટ
કાબુલ, 25 જૂન: અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ વાર્તા પર રાષ્ટ્રપતિ હામિદ કરજઇ દ્વારા વિરોધ વ્યક્ત કર્યાના કેટલાક દિવસો બાદ આતંકવાદીઓએ મંગળવારે રાષ્ટ્રપતિના ઘરની નજીક હુમલો કર્યો હતો. રાષ્ટ્રપતિ હમિદ કરજઇના ઘરની બહાર થયેલા ધમાકા અને ગોળીબારથી રાજધાની કાબુલ ધ્રુજી ઉઠ્યું છે.
રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ આવાસના પૂર્વ ગેટ પર હુમલો કર્યો હતો. જો કે પોલીસે હુમલાના સ્થળ વિશે હજુ સુધી કોઇ પુષ્ટિ કરી નથી. એ પણ સ્પષ્ટ થઇ શક્યું નથી કે હુમલાના સમયે રાષ્ટ્રપતિ હામિદ કરજઇ બિલ્ડિંગની અંદર હતા કે નહી. એક રિપોર્ટમાં એમપણ કહેવામાં આવે છે કે આતંકવાદીઓની હામિદ કરજઇ તથા અમેરિકી સુરક્ષાકર્મીઓ વચ્ચે સંઘર્ષ થયો હતો.

કાબુલમાં વિસ્ફોટ તથા ગોળીબારી શરૂ થઇ ગઇ છે. પોલીસે તેને આતંકી હુમલો માની રહી છે પરંતુ આ હુમલાનું વિવરણ આપવામાં અસમર્થન છે. કાબુલમાં હુમલો સવાર સાડા છ વાગે શરૂ થયો હતો. કાબુલ પોલીસ સીઆઇના પ્રમુખ મોહંમદ જહીરે એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે 'કાબુલના મધ્યભાગમાં આતંકવાદી હુમલો ચાલુ છે.












Click it and Unblock the Notifications
