તાલિબાને કંધાર પર કર્યો કબ્જો, અમેરિકાએ 3000 સૈનિક મોકલવાનો કર્યો પ્લાન
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કહેર સતત ચાલુ છે. તાલિબાને દાવો કર્યો છે કે તેણે અફઘાનિસ્તાનના બીજા મોટા શહેર કંધાર પર કબ્જો કરી લીધો છે.
કાબુલઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કહેર સતત ચાલુ છે. તાલિબાને દાવો કર્યો છે કે તેણે અફઘાનિસ્તાનના બીજા મોટા શહેર કંધાર પર કબ્જો કરી લીધો છે. એવામાં હવે અફઘાનિસ્તાન સરકારના કબ્જામાં માત્ર રાજધાની કાબુલ અને અમુક અન્ય ભાગો જ બચ્યા છે. તાલિબાનના પ્રવકતાએ ટ્વિટ કરીને દાવો કર્યો છે કે કંધારને સંપૂર્ણપણે જીતી લેવામાં આવ્યુ છે, મુજાહિદ્દીન શહેરમાં માર્ટર્સ સ્કવાયર પહોંચી ગયા છે.

વળી, અમેરિકાએ એલાન કર્યુ છે કે તે પોતાના સૈનિકોને મોકલશે અને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં અમેરિકી દૂતાવાસમાં ફસાયેલા લોકોને બહાર કાઢશે. પેંટાગનના પ્રેસ સેક્રેટરી જૉન કિર્બીએ જણાવ્યુ કે 3 બટાલિયન કાબુલ એરપોર્ટ પર આવતા 24-48 કલાકની અંદર પહોંચશે જેમાં લગભગ 3000 સૈનિક હશે. આ અસ્થાયી મિશન છે અને તેનુ લક્ષ્ય નાનુ છે. અમારા કમાંડર્સને પોતાની સુરક્ષાનો અધિકાર છે અને તેમના પર કોઈ પણ પ્રકારનો હુમલાનો પૂરતો જવાબ આપવામાં આવશે.
કિર્બીએ જણાવ્યુ કે 3000 સૈનિકો ઉપરાંત કુવૈતમાં લગભગ 3500 સૈનિકો સ્ટેન્ડબાય પર રહેશે કે જે અફઘાનિસ્તારનમાં સૈનિકોને કોઈ પણ પ્રકારની મદદ પૂરી પાડવા માટે તૈયાર રહેશે. આ ઉપરાંત 1000 સૈનિક કતર રવાના થશે કે જે સ્પેશન ઈમિગ્રેશન વીઝામાં મદદ કરશે. વળી, યુનાઈટેડ કિંગડમ પણ 600 સૈનિક અફઘાનિસ્તાન મોકલવાનો નિર્ણય કર્યો છે કે જે બ્રિટિશ નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરશે.












Click it and Unblock the Notifications
