For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાબુલ પર તાલિબાનનો કબ્જો થતાં જ એરપોર્રટ પર ગોળીબાર, મચી અફડાતફડી

કાબુલમાં તાલિબાનના પહોંચવા સાથે જ અહીં એરપોર્ટ પર ગોળીબારના સમાચાર સામે આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

કાબુલઃ અફઘાનિસ્તાનમાં જેમ-જેમ તાલિબાન આગળ વધી રહ્યુ છે અને એક પછી એક શહેરો પર કબ્જો કરી રહ્યુ છે તે સાથે જ અફઘાનિસ્તાનમાં હિંસા વધી રહી છે. કાબુલમાં તાલિબાનના પહોંચવા સાથે જ અહીં એરપોર્ટ પર ગોળીબારના સમાચાર સામે આવ્યા છે. રવિવારે કાબુલ પર તાલિબાનનો કબ્જો થઈ ગયો ત્યારબાદ અલગ-અલગ દેશના રાજનાયિક અને અધિકારીઓ અફઘાનિસ્તાન છોડી રહ્યા છે. જો કે હજુ સુધી ગોળીબારમાં કોઈના માર્યા ગયાના સમાચાર નથી પરંતુ એરપોર્ટ પર અફડાતફડી મચી ગઈ છે.

kabul

ચારે તરફ અફડાતફડી

તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડી દીધો છે, તેમના દેશ છોડ્યા બાદ આખા દેશમાં ઉથલપાથલ મચી ગઈ છે. ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે કાબુલ એરપોર્ટ પર સેંકડોની સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે જેથી તે તાલિબાન શાસિત અફઘાનિસ્તાનથી બહાર જઈ શકે. કાબુલ એરપોર્ટના મુખ્ય રસ્તા પર લોકોની ભીડ જમા છે. લોકો ગમે તેમ કરીને અફઘાનિસ્તાન છોડવા માંગે છે. લોકો અફઘાનિસ્તાનથી બહાર જવામાં અમેરિકી સૈન્ય મદદ કરી રહ્યુ છે. હજારો અમેરિકી સૈનિક એરપોર્ટ પર તૈનાત છે.

આખુ શહેર ડરેલુ છે

કાબુલ પીસ ફોરમના ફાઉન્ડર શરીફ સફીએ કહ્યુ કે કાબુલના લોકો તાલિબાનના લડાકુઓને રસ્તા પર જોઈને ડરી ગયા છે. આજનો દિવસ અલગ હતો, આખુ શહેર શાંત હતુ, સૌ કોઈ ડરેલા હતા. બપોરે અમે સાંભળ્યુ કે તાલિબાન કાબુલની અંદર આવી ચૂક્યુ છે. જ્યાં હું રહુ છે ત્યાં બપોરથી ગોળીબાર થઈ રહ્યો છે, લોકો સંપૂર્ણપણે તૂટી ચૂક્યા છે, આ બહુ વિચિત્ર અહેસાસ છે. જે સરકારને મોટાભાગના લોકો શહેરમાં સપોર્ટ કરી રહ્યા હતા તે સરકાર હવે સત્તામાં નથી. અમે આશા રાખીએ છે કે ખૂન-ખરાબી ના થાય.

સત્તા હસ્તાંતરણ શરૂ

તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનની સરકાર સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડી દીધો, રિપોર્ટ મુજબ તે તઝાકિસ્તાન જતા રહ્યા છે. ત્યારબાદ તાલિબાનના લડાકુઓ અફઘાનની રાજધાની પર નિયંત્રણ લઈ ચૂક્યા છે એટલુ જ નહિ તેમણે રાષ્ટ્રપતિને પેલેસ પર પણ કબ્જો કરી લીધો છે. રિપોર્ટ મુજબ પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઈ અને અબ્દુલ્લાએ મુજાહિદ્દીન નેતા ગુલબુદ્દીન હેકમત્યારે કોઑર્ડિશેન કાઉન્સિલની રચના કરી છે જેથી ઉથલ-પાથલને રોકી શકાય અને સત્તાનુ હસ્તાંતરણ સરળતાથી કરી શકાય.

એરપોર્ટ પર અમેરિકી જવાન તૈનાત

એરપોર્ટ પર મચેલી અફડા-તફડી વચ્ચે અમેરિકી વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય તરફથી સંયુક્ત નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યુ છે કે હાલમાં અમે લોકોને હામિદ કરજઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા આપવા માટે પગલાં લઈ રહ્યા છે જેથી અમેરિકી અને અન્ય મિત્ર દેશોના જવાન સિવિલિયન અને મિલિટ્રી ફ્લાઈટથી સુરક્ષિત અફઘાનિસ્તારથી બહાર જઈ શકે. અમે પોતાના જવાનોની સંખ્યા અહીં આવતા 48 કલાકોમાં 6000 સુધી પહોંચાડીશુ અને એરપોર્ટને સંપૂર્ણપણે પોતાના નિયંત્રણમાં લઈશુ. આવનારા દિવસોમાં અમે હજારો અમેરિકી નાગરિકોને અહીંથી બહાર કાઢીશુ કે જે અફઘાનિસ્તાનમાં રહેતા હતા. યુએસ મિશનમાં શામેલ અધિકારી, કર્મચારી, જવાનોના પરિવારોને અહીંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવશે. અમેરિકા તરફથી કહેવામાં આવ્યુ છે કે અમે અમેરિકાના સ્પેશિયલ ઈમિગ્રન્ટ વિઝા માટે જે લોકો આવ્યા છે તેમને અહીંથી બહાર કાઢવામાં આવશે. છેલ્લા 2 સપ્તાહમાં 2000 લોકોને અહીંથી કાઢવામાં આવી ચૂક્યા છે.

English summary
Taliban takes control over Kabul, shooting at the airport, US gave statement.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X