For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફઘાનની આખરી ઉમ્મીદનો અંત : પંજશીર સામે પાકિસ્તાન એરફોર્સે કરની મદદથી તાલિબાન જીત્યું

અફઘાનિસ્તાનનો અભેદ્ય કિલ્લો ગણાતા પંજશીર તાલિબાન સામે યુદ્ધ હારી ગયું છે. આ સાથે અફઘાનિસ્તાન હવે સંપૂર્ણપણે તાલિબાનના નિયંત્રણ હેઠળ છે. નોર્થન એલાયન્સના ચીફ કમાન્ડર સાલેહ મોહમ્મદના મોત સાથે તાલિબાને પંજશીરને હરાવ્યું છે.

|
Google Oneindia Gujarati News

કાબુલ : અફઘાનિસ્તાનનો અભેદ્ય કિલ્લો ગણાતા પંજશીર તાલિબાન સામે યુદ્ધ હારી ગયું છે. આ લડાઇમાં પાકિસ્તાની એરફોર્સે તાલિબાનને મદદ કરી હતી. જે બાદ તાલિબાન દ્વારા પંજશીર કબ્જો કરવામાં આવ્યો છે અને આ સાથે અફઘાનિસ્તાન હવે સંપૂર્ણપણે તાલિબાનના નિયંત્રણ હેઠળ છે. ખાનગી ન્યૂઝ ચેનલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, તાલિબાનના હુમલામાં પંજશીરના ચીફ કમાન્ડર સાલેહ મોહમ્મદ માર્યા ગયા છે અને જો આ દાવો સાચો છે, તો તેનો અર્થ એ છે કે, તાલિબાનોએ પંજીશીર પર સંપૂર્ણ કબ્જો કરી લીધો છે.

Panjshir

તાલિબાન સામે હારી ગયું પંજશીર

તાલિબાન સામે હારી ગયું પંજશીર

નોર્થન એલાયન્સના મુખ્ય કમાન્ડર સાલેહ મોહમ્મદના મૃત્યુ સાથે તાલિબાન દ્વારા પંજશીરને હરાવવામાં આવ્યું છે. પંજશીર અત્યાર સુધી એવો કિલ્લો હતો, જેનેસોવિયત યુનિયન પણ જીતી શક્યું ન હતું, પણ તાલિબાને પાકિસ્તાન એરફોર્સ અને ISIની મદદથી પંજશીરને હરાવ્યું છે. અહેવાલ મુજબ તાલિબાને પંજશીર જીતવામાટે 10,000 લડવૈયાઓને ઉતારી દીધા હતા અને ગત રાત્રે પાકિસ્તાની વાયુસેનાએ સતત પંજશીર પર હુમલો કર્યો છે.

પાકિસ્તાની એરફોર્સે અફઘાનિસ્તાનના ભૂતપૂર્વઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહના ઘરમાં ભયાનક બોમ્બ ધડાકા કર્યા હતા, જે બાદ અહેવાલો આવી રહ્યા છે કે, તેમને પોતાનો જીવ બચાવવા માટે પર્વતોમાં સંતાઈગયા હતા, પરંતુ એન્ટી તાલિબાન ફોર્સના કમાન્ડર સાલેહ મોહમ્મદનું મોત થયું હતું.

તાલિબાનની ઇજ્જતનો સવાલ હતો

તાલિબાનની ઇજ્જતનો સવાલ હતો

તાલિબાનોએ 15 ઓગસ્ટના રોજ કાબુલ પર કબ્જો કર્યો હતો, પરંતુ પંજશીર તેમના માટે ચિંતાનો વિષય બની ગયો હતો અને તાલિબાન કોઈપણ કિંમતે પંજશીરને કબ્જેકરવા માંગતા હતા. જો કે, તાલિબાન પંજશીરને કબ્જે કરવામાં અસમર્થ હતું. તાલિબાને સેંકડો લડવૈયાઓને પંજશીર પર કબ્જો કરવા મોકલ્યા હતા, પરંતુ તમામ નોર્થનએલાયન્સ દ્વારા માર્યા ગયા હતા. જે બાદ પાકિસ્તાની એરફોર્સ તાલિબાનની મદદ કરવા પહોંચી હતી.

રિપોર્ટ અનુસાર ગત રાત્રે પાકિસ્તાની વાયુસેના તાલિબાનનેમદદ કરવા માટે પંજશીરમાં હવાઈ માર્ગે ઉતારી રહી હતી, જ્યારે પાકિસ્તાની વાયુસેના જ્યાંથી ઉત્તરી સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું હતું, ત્યાંથી નિશાન પર સતતહુમલો કરી રહી હતી. પાકિસ્તાન એરફોર્સની મદદથી તાલિબાને અહમદ મસૂદના મુખ્ય પ્રવક્તા ફહીમ દશ્તી અને ટોચના કમાન્ડર સાહિબ અબ્દુલ વડ્ડુ જોહરની પણહત્યા કરી હતી.

અમરૂલ્લાહ સાલેહ નિશાન બન્યો હતો

અમરૂલ્લાહ સાલેહ નિશાન બન્યો હતો

અફઘાન મીડિયા અનુસાર પાકિસ્તાન વાયુસેનાનું મુખ્ય નિશાન અમરૂલ્લા સાલેહ હતું. જેમણે પાકિસ્તાનને આતંકવાદી દેશ ગણાવીને મોરચો ખોલ્યો હતો. અમરૂલ્લાહસાલેહે ખુલ્લેઆમ જણાવ્યું હતું કે, માત્ર પાકિસ્તાનની મદદથી તાલિબાન અફઘાનિસ્તાન પર કબ્જો મેળવવામાં સફળ રહ્યું છે, તેથી અમરૂલ્લાહ સાલેહથી પાકિસ્તાનગુસ્સે ભરાયું હતું અને પાકિસ્તાની વાયુસેનાએ ગત રાત્રે અમરૂલ્લાહ સાલેહના ઘરમાં બોમ્બ ફેંક્યો હતો. અમરૂલ્લાહ સાલેહ પાસે પાકિસ્તાની એરફોર્સની કાર્યવાહી વિશેમાહિતી હતી, તેથી તે નોર્થન એલાયન્સના અગ્રણી નેતાઓ સાથે પર્વતોમાં છૂપાઈ ગયો હતો.

અફઘાન મીડિયાના અહેવાલો અનુસાર તાલિબાની આતંકવાદીઓનેપાકિસ્તાની વાયુસેનાએ પેરાશૂટની મદદથી ઉતારી દીધા હતા અને તાલિબાન લડવૈયાઓ પંજશીરમાં સાલેહને પકડવા માટે અમેરિકન બ્લેક હોક હેલિકોપ્ટરનો ઉપયોગકરી રહ્યા હતા. તેથી પંજશીરના લડવૈયાઓ માટે આ યુદ્ધ જીતવું અશક્ય બની ગયું હતું.

ઇસ્લામવાદી મિલિશિયાના સૂત્રનો દાવો - અમરૂલ્લાહ સાલેહ અજ્ઞાત સ્થળે સુરક્ષિત

ઇસ્લામવાદી મિલિશિયાના સૂત્રનો દાવો - અમરૂલ્લાહ સાલેહ અજ્ઞાત સ્થળે સુરક્ષિત

જો કે, ઇસ્લામવાદી મિલિશિયાના સૂત્રના જણાવ્યા અનુસાર તાલિબાન અને પંજશીર વચ્ચેની લડાઈ બાદ તાલિબાને પંજશીર પર પણ કબ્જો કર્યો છે. સાલેહ જે ઘરમાં રહેતો હતો તેના પર તાલિબાન હેલિકોપ્ટર દ્વારા બોમ્બમારો કરવામાં આવ્યો હતો. જો કે, તે અજ્ઞાત સ્થળે સુરક્ષિત છે.

ઉલ્લેખનીય છે કે, ખીણમાં ભારે લડાઈ અને જાનહાનિના અહેવાલો આવ્યા હતા, જે એક સાંકડા પ્રવેશદ્વાર સિવાય પર્વતોથી ઘેરાયેલી છે. સોવિયેત સંઘ અને વર્ષ 2001માં હાંકી કાઢવામાં આવેલી અગાઉની તાલિબાન સરકાર સામે પણ અજેય રહી હતી.

તાલિબાનોએ સમગ્ર પંજશીર પર કબ્જો કર્યો

તાલિબાનોએ સમગ્ર પંજશીર પર કબ્જો કર્યો

પાકિસ્તાને પંજશીરમાં ભયંકર ડ્રોન હુમલા કર્યા હતા. ડ્રોન દ્વારા પાકિસ્તાને સ્માર્ટ બોમ્બથી પંજશીર પર હુમલો કર્યો હતો. અમરૂલ્લા સાલેહ અને અહમદ મસૂદ પાકિસ્તાનદ્વારા ભારે તોપમારો કર્યા બાદ સલામત આશ્રયસ્થાનો સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. તેમ છતા એવા અહેવાલો છે કે, પંજશીર નજીકના લગભગ તમામ મુખ્ય સ્થળોતાલિબાન દ્વારા કબ્જે કરવામાં આવ્યા છે, જ્યારે નોર્થન એલાયન્સે તાત્કાલિક લડાઈ સમાપ્ત કરવાની હાકલ કરી છે.

અહેમદ મસૂદના નેતૃત્વમાં એનઆરએફે ફેસબુક પરએક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે, એનઆરએફ સંમત થાય છે અને હાલની સમસ્યાઓને સૈદ્ધાંતિક રીતે ઉકેલવાની આશા રાખે છે અને સંવાદનીપ્રક્રિયા ચાલુ રાખે છે અને તાલિબાન મંત્રણા દ્વારા તાત્કાલિક સમાધાન કરે છે.

તાલિબાન સામે પંજશીર કેવી રીતે હારી ગયું?

તાલિબાન સામે પંજશીર કેવી રીતે હારી ગયું?

ઉલ્લેખનીય છે કે, એકલા તાલિબાન માટે પંજશીર જીતવું અશક્ય હતું અને જો પાકિસ્તાન એરફોર્સની મદદ ન મળી હોત તો તાલિબાન ક્યારેય પણ પંજશીરને જીતીશક્યા ન હોત. અફઘાન મીડિયા અનુસાર ISI ચીફની કાબુલ મુલાકાત દરમિયાન પાકિસ્તાની એરફોર્સ તરફથી તાલિબાનને મદદ કરવાની વાત કરવામાં આવી હતી,જ્યારે તાલિબાને ISI ચીફના કહેવા પર પાંજશીર જવાના તમામ માર્ગો બંધ કરી દીધા હતા.

જે બાદ પંજશીરમાં ખાદ્ય પદાર્થોનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતોઅને તેમની પાસે હથિયારો પણ ખતમ થવા લાગ્યા હતા. જો કે, પંજશીરે છેલ્લી ક્ષણ સુધી હાર ન માની અને કહેવામાં આવી રહ્યું છે કે, પંજશીરના લડવૈયાઓના હાથેએક હજારથી વધુ તાલિબાન લડવૈયાઓ માર્યા ગયા હતા. જો કે, પાકિસ્તાની એરફોર્સના આગમન બાદ પંજશીરના લડવૈયાઓ માટે લડત આપવી બની ગઇ હતી જેકારણે તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

English summary
Panjshir, considered an impregnable fortress in Afghanistan, has lost the war against the Taliban. The Pakistan Air Force helped the Taliban in this fight. After which Afghanistan is now completely under the control of the Taliban.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X