15 વર્ષના છોકરાએ જણાવી ISISની ડરામણી હકીકત

Written By:
Subscribe to Oneindia News

"ત્યાં મારી ઉંમરના લગભગ 60 છોકરાઓ હતા. અમને કહેવામાં આવ્યું હતું કે આત્મઘાતી બોમ્બ બની જાઓ અને તમને સ્વર્ગ મળશે." આ શબ્દો છે માત્ર 15 વર્ષના છોકરા ઇસ્માઇલના..

isis

ઇરાકની સેનાએ જ્યારે આ છોકરાની ધરપકડ કરી ત્યારે તે એક ફૂટબોલ સ્ટેડિયમમાં ઘુસવાનો પ્રયત્ન કરતો હતો અને જ્યારે સુરક્ષા અધિકારીઓએ તેની તપાસ કરી તો એના શરીર પર બોમ્બ બાંધેલો મળી આવ્યો. આજથી લગભગ ત્રણ મહિના પહેલાં ઇરાકી સેનાએ આ છોકરાની ધરપકડ કરી હતી, જેનું નામ મોહમ્મદ અહમદ ઇસ્માઇલ છે. તેણે બાર્સિલોના ફૂટબોલ ટીમની જર્સી પહેરેલી હતી, જેના પર લિયોનેલ મેસીનું નામ લખેલું હતું.

ઇસ્માઇલે ઇરાકી અધિકારીઓને આઇએસઆઇએસની જે ડારમણી હકીકત કીધી છે, એ સાંભળીને તમે પણ કંપી ઉઠશો. તેણે જણાવ્યું કે, તે આઇએસઆઇએસના એક ગ્રૂપ 'કબ્સ ઓફ કેફિલેટ'નો ભાગ હતો. આ ગ્રૂપમાં તેની ઉંમરના લગભગ 60 છોકરા હતા તથા આ તમામ છોકરાઓને આઇએસઆઇએસના એક ખતરનાક મિશન માટે આત્મઘાતી બોમ્બ બનવાની ટ્રેનિંગ આપવામાં આવતી હતી.

તેણે જણાવ્યું કે, તેમને કહેવામાં આવતું હતું કે આત્મઘાતી બોમ્બ બની જાઓ, તો તમને સ્વર્ગ મળશે. આ દરમિયાન ઇસ્માઇલને ઓટોમેટિક હથિયાર બનાવવાની ટ્રેનિંગ પણ આપવામાં આવી. આ સાથે જ તેણે જણાવ્યું કે, તેમને 24 કલાકો સુધી આત્મઘાતી બોમ્બ બનવાની ટ્રેનિંગ આપવામાં આવતી, જેમાં તેમને માથું કાપવાના વીડિયો બતાવીને ડરાવવામાં પણ આવતા.

અલગ મિશન માટે અલગ ગ્રૂપ
ઇસ્માઇલે મોસુલ અને હવિજામાં લગભગ ત્રણ મહિના સુધી આત્મઘાતી બોમ્બ બનવાની ટ્રેનિંગ લીધી. ત્યાં છોકરાઓને બે અલગ ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા હતા. એક ગ્રૂપ મિલિટ્રી ઓપરેશન માટે હતું અને એક આત્મઘાતી હુમલા માટે.

આઇએસઆઇએસ એ આ જ વર્ષે એક એપ પણ લોન્ચ કરી છે. જેમાં આ ગ્રૂપના બાળકોને અરબી ભાષામાં કાર્ટૂન દ્વારા ટેન્ક, દારૂગોળો અને તલવાર જેવા ખતરનાક હથિયારોનો અર્થ સમજાવવામાં આવ્યો હતો.

English summary
Teen suicide bomber revealed about ISIS and its violent missions.
Please Wait while comments are loading...