'10 મિલિયન ભારતીયોની ઇચ્છા સ્વદેશ છોડી યુએસ જવાની'

us
વોશિંગ્ટન, 22 માર્ચઃ અંદાજે 10 મિલિયન ભારતીયોનું કહેવું છે કે તેઓ પોતાના દેશને છોડીને કાયમી યુએસ સ્થાયી થવા માંગે છે, વિશ્વભરમાં ફેલાયેલા સંભવિત માઇગ્રેન્ટ્સની આ નંબર વન આંકાશા હોવાનું નવા સર્વે થકી જાણવા મળ્યું છે.

2010 અને 2012ની વચ્ચે 154 દેશોમાં કરવામાં આવેલા ગલુપના સર્વે અનુસાર અંદાજે 630 મિલિયન લોકોએ પોતાની ઇચ્છા વ્યક્ત કરી છે, જેમાં તેમણે યુએસને પોતાનું નવું ઘર બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. સંભવિત માઇગ્રેન્ટ્સની ટોચની અન્ય પસંદોમાં બ્રિટેન, કેનેડા અને ફ્રાન્સ છે. બ્રિટન જવા ઇચ્છતા માઇગ્રેન્ટ્સની સંખ્યા 42 મિલિયન, કેનેડા માટે 37 મિલિયન અને ફ્રાન્સ જવા ઇચ્છનારાઓની સંખ્યા 10 મિલિયન છે.

154 દેશોમાંથી 98 ટકા દેશો એવા છે જેમાં વિશ્વની સૌથી યુવા વસ્તી છે. જેમાંથી ત્રણ ટકા લોકો યુએસને સ્થાયી ઘર બનાવવા ઇચ્છે છે.

ચીન(19 મિલિયન) અને નાઇઝીરીયા(13 મિલિયન) બાદ ભારત ત્રીજો સૌથી યુવા વસ્તી ધરાવતો દેશ છે કે, જ્યાંની પ્રજા યુએસને કાયમી વસવાટ તરીકે પસંદ કરે છે. જો કે, ઇરાન અને પાકિસ્તાન જેવા દેશોની મોટા ભાગની પ્રજા યુએસને કાયમી વસવાટ તરીકે પસંદ કરતા નથી. પાકિસ્તીનીઓ સાઉદી અરેબિયા અને બ્રિટનને પસંદ કરે છે જ્યારે ઇરાનીઓ જોર્ડન અને લેબનાન પર પસંદગી ઉતારી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X