પાકિસ્તાનમાં સરકારી ઓફિસમાં ઘુસ્યા આતંકવાદી, 7ના મોત

સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે હજી પણ ફાયરિંગ જારી છે. ઉલ્લેખનીય છે કે શનિવારે જ પાકિસ્તાનના ક્વેટા શહેરમાં બે ગીચ વસ્તીવાળા બજારોમાં થયેલા બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 84 જેટલા લોકોના મોત થયા હતા અને 180 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
કહેવામાં આવે છે કે વિસ્ફોટમાં 100 કિલો વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સમાચાર એજેન્સીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે બંને બજારોની 60 દુકાનો ઢેર થઇ ગઇ. અને તેની નીચે ઘણા લોકો દબાઇ ગયા હતા.












Click it and Unblock the Notifications
