હુમલાનો ભય : અમેરિકાએ લાહોર દૂતાવાસના કર્મચારીઓને પાછા બોલાવ્યા
લાહોર, 9 ઓગસ્ટ : અમેરિકાએ આતંકવાદી હુમલાના ભયને પગલે પાકિસ્તાનના લાહોરમાં આવેલા પોતાના વાણિજ્ય દૂતાવાસના કર્મચારીઓને પાછા બોલાવી લીધા છે. આ સાથે તેમણે સમગ્ર દૂતાવાસ ખાલી કરવી દીધું છે. અમેરિકાએ પાકિસ્તાન સ્થિત દૂતાવાસ પર આતંકી હુમલાની શક્યતા દર્શાવી છે. હુમલાની આશંકાને પગલે અમેરિકાએ પોતાના નાગરિકોને પણ દૂતાવાસ જવા માટે મનાઈ ફરમાવી દીધી છે.
આ પૂર્વે મિલાન સ્થિત અમેરિકાના વાણિજ્ય દૂતાવાસને પણ વિસ્ફોટની આશંકાને પગલે ખાલી કરવાવું પડ્યું હતું. મંગળવારે યમન દેશોમાં અમેરિકાના દૂતાવાસો પર હુમલાનો ધમકીભર્યો પત્ર મળતા અમેરિકાએ આ પગલું ભર્યું છે.

અલકાયદાના પ્રમુખ જવાહરી દ્વારા મઘ્ય એશિયામાં અમેરિકનો પર હુમલાની ટેપ જાહેર થતા યુએસ દ્વારા આ દેશોમાં 10 ઓગસ્ટ સુધી પોતાના દૂતાવાસ બંધ રાખવાનું નક્કી કર્યું છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે અબુ ધાબી, ઓમાન, ઇજિપ્ત, ઘારહન, જેદ્દા, ઘેહા, દુબાઈ, કુવૈત, સનામ, મસ્કર, સના, ત્રિપોલી, અંત કર્યુંનારિવો, બુજુમ્બુરા, રિજવાઉટી, ખાર્લૂમ કિગાલી અને પોર્ટ લુઇસ સ્થિત અમેરિકાના દૂતાવાસ શનિવાર સુધી બંધ રહેશે.












Click it and Unblock the Notifications
