આતંકવાદીઓને પાકિસ્તાની મંત્રી અને 2 વિદેશી નાગરિકોનું કર્યું અપહરણ, કરી આ માગ
જેલમાં કેદ પોતાના સાથીઓને છોડવાની માગ સાથે આતંકવાદિઓએ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતને ગિલગિત-બલ્ટિસ્તાનને જોડતા હાઇવેને જામ કરી દીધો હતા.
જેલમાં કેદ પોતાના સાથીઓને છોડવાની માગ સાથે આતંકવાદિઓએ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતને ગિલગિત-બલ્ટિસ્તાનને જોડતા હાઇવેને જામ કરી દીધો હતા. જે બાદ સ્થળ પર ફસાયેલા દિગ્ગજ નેતા બેગ હુંજા અને બે વિદેશી નાગરિકોનું આતંકવાદિઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. બેગ ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઇ સાથે જોડાયેલા છે અને હાલમાં ધારાસભ્ય છે.

અપહરણકર્તાઓનો સંપર્ક કરીને તમામ લોકોને છોડી મૂકવા માટે વાટાઘાટો કરવામાં આવી હતી. જે બાદ તેમણે પોતાની શરતો જણાવી તમામ લોકોને છોડી મૂક્યા હતા. આ સાથે તેમણે ધમકી આપી હતી કે, જો તેમની શરતો 10 દિવસમાં પૂરી નહીં થાય તો માઠા પરિણામ ભોવવા માટે તૈયાર રહેજો.
આ સાથે લેટેસ્ટ માહિતી આપતા પાકિસ્તાની મીડિયાએ જણાવ્યું હતું કે, જીબીના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી કમાન્ડર હબીબુર રહેમાન જૂથના આતંકવાદીઓએ દિયામેરના ચિલાસના થક ગામમાં રસ્તો બંધ કરી દીધો છે. રોડ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે પ્રભાવિત થયો હતો અને બંને તરફ મુસાફરો અટવાયા હતા. હબીબુર રહેમાન પર નંગા પરબતમાં 10 વિદેશીઓની હત્યા કરવાનો આરોપ છે. સૂત્રોએ જણાવ્યું છે કે, જે આતંકવાદીઓની મુક્તિની માગ કરવામાં આવી રહી છે, તેઓ વિદેશીઓની હત્યામાં શામેલ છે.
મંત્રીની ઓડિયો ક્લિપ સામે આવી
આવા સમયે, જીબીના વરિષ્ઠ મંત્રી અબેદુલ્લા બેગનો એક ઓડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. ઓડિયોમાં બેગ કહેતા સાંભળવા મળે છે કે, તે ઈસ્લામાબાદથી ગિલગિટ જઈ રહ્યો હતો, પરંતુ આતંકવાદીઓએ તેમના સહયોગીઓને જેલમાંથી મુક્ત કરવાની માંગણી સાથે હાઇવે અધવચ્ચે બ્લોક કરી દીધો હતો. જોકે, થોડા સમય બાદ જ્યારે મંત્રીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેમનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવ્યો હતો.
વાટાઘાટોમાં આતંકવાદીઓની બે માગ
સૂત્રોએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ તેમના સાથીઓને મુક્ત કરવા અંગે જિલ્લાના રાજકીય નેતાઓ અને અધિકારીઓ સાથે લાંબા સમય સુધી ચર્ચા કરી હતી. જોકે હજૂ સુધી પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આ દરમિયાન ગિલગિટ-બાલ્ટિસ્તાનના મંત્રીની એક 'ઓડિયો ક્લિપ' સોશિયલ મીડિયા પર સામે આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, કમાન્ડર સાથે વાતચીત ચાલી રહી છે અને આતંકવાદીઓની બે મુખ્ય માંગણીઓ છે. પ્રથમ માંગણી તેના સાથીઓને જેલમાંથી મુક્ત કરવાની છે અને બીજી ઇસ્લામિક કાયદાના અમલની છે.
અપહરણકારો સાથે સંપર્ક
ગિલગિટ-બાલ્ટિસ્તાન સરકારના પૂર્વ પ્રવક્તા ફૈઝુલ્લાહ ફારાકે જણાવ્યું હતું કે, મંત્રીની મુક્તિ માટે આતંકવાદીઓ સાથેની વાતચીતમાં તેઓ પોતે હાજર હતા. અપહરણ કરાયેલા વરિષ્ઠ મંત્રી બેગ હુન્ઝા ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના ધારાસભ્ય છે. તેમની સાથે બે વિદેશી નાગરિકોનું પણ અપહરણ કરવામાં આવ્યું છે, જેમની મુક્તિ માટે અપહરણકર્તાઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. જોકે મોડી સાંજે તેને પણ છોડી મૂકવામાં આવ્યો હતો.
સંસદ અને જનતાને વિશ્વાસમાં લો - ગૃહ મંત્રાલય
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના સાંસદ રઝા રબ્બાનીએ સેનેટ સ્પીકર સાદિક સંજરાનીને જાહેર ચિંતાના મુદ્દા પર કહ્યું કે, તેમણે ગૃહ પ્રધાનને ટીટીપી સાથેની શાંતિ વાટાઘાટોની વર્તમાન સ્થિતિ વિશે સંસદ અને સામાન્ય જનતાને વિશ્વાસમાં લેવા વિનંતી કરી હતી. ગૃહ મંત્રાલયે તાજેતરમાં TTP સાથે મંત્રણા અટકાવવા અથવા તેના જૂથો દ્વારા આતંકવાદી હુમલાના વધતા જોખમ સામે ચેતવણી આપી હતી.
હોટલમાં વિદેશીઓની હત્યા કરાઇ
2013માં આ બંદૂકધારીઓએ ગિલગિટ-બાલ્ટિસ્તાનના નંગા પરબત જતા પર્વતારોહકોને નિશાન બનાવ્યા હતા. બંદૂકધારીઓએ ચીન, યુક્રેન અને રશિયાના નાગરિકો સહિત નવ પ્રવાસીઓ અને એક પાકિસ્તાની માર્ગદર્શકની ગોળી મારીને હત્યા કરી હતી.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી




Click it and Unblock the Notifications
