Video: 14 વર્ષના લગ્ન ખતમ કરી મહિલાએ કરી પાર્ટી, લગ્નનો ડ્રેસ સળગાવ્યો
અમેરિકાના ટેકસાસના રહેવાસી આ મહિલાએ માત્ર પોતાની છૂટાછેડાની પાર્ટી આપી એટલુ જ નહિ પરંતુ લગ્નનો ડ્રેસ પણ બાળી દીધો.
કોઈ પણ સંબંધ ખતમ થવા ખાસ કરીને છૂટાછેડા વ્યક્તિ માટે ઘણો માનસિક તણાવી લઈને આવે છે. આ તણાવને દૂર કરવા માટે લોકો અલગ અલગ વસ્તુઓ કરે છે પરંતુ આ મહિલાએ છૂટાછેડા બાદ જે કર્યુ છે તે કદાચ જ કોઈએ કર્યુ હશે. છૂટાછેડા બાદ જ્યાં લોકો રોઈ રોઈને પોતાની હાલત ખરાબ કરી દેતા હોય છે. ત્યાં આ મહિલા પોતાના દોસ્તો સાથે આની ઉજવણી કરી રહી છે. અમેરિકાના ટેકસાસના રહેવાસી આ મહિલાએ માત્ર પોતાની છૂટાછેડાની પાર્ટી આપી એટલુ જ નહિ પરંતુ લગ્નનો ડ્રેસ પણ બાળી દીધો.

મહિલાએ દોસ્તોને આપી છૂટાછેડાની પાર્ટી
ટેકસાસની રહેવાસી કિંબલી સેંટલીબેન-સ્ટિટેલરે પોતાની 14 વર્ષના લગ્ન ખતમ થયા બાદ દોસ્તો સાથે પાર્ટી કરીય 43 વર્ષીય સ્ટિટેલરના જ્યારે છૂટાછેડા ફાઈનલ થયા તો તેણે તેની પાર્ટી કરવાનું નક્કી કર્યુ. તેણે પોતાના દોસ્તો સાથે પાર્ટી કરી જેમાં ઘણા ધમાકા કર્યા. સ્ટિટેલરે માત્ર પાર્ટી જ ન કરી પરંતુ પોતાના લગ્નનો ડ્રેસ પણ બાળી નાખ્યો.

ડ્રેસ બાળવાનો પિતાએ આપ્યો હતો આઈડિયા
અંગ્રેજી વેબસાઈટ મુજબ સ્ટિટેલર પોતાનો લગ્નનો ડ્રેસ બાળવા ઈચ્છતી હતી. એટલા માટે તેણે ડ્રેસને બાળવાને બદલે તેમના પિતા બીજો આઈડિયા લઈને આવ્યા. સ્ટિટેલરના પિતાએ આઈડિયા આપ્યો કે ડ્રેસને એક્સપ્લોડિંગ ટાર્ગેટ સાથે બાળવામાં આવે. જ્યારે છૂટાછેડાની પાર્ટીમાં ડ્રેસને બાળવામાં આવ્યો તો તેને ઘણે દૂર સુધી અનુભવાયો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ ફોટા
સ્ટિટેલરે કહ્યુ કે તેમને દોસ્તો અને પરિવારે આ ડ્રેસને દાનમાં આપવા માટે કહ્યુ હતુ પરંતુ તેમને આ ડ્રેસમાં સંબંધોનું ખોટાપણુ દેખાઈ રહ્યુ હતુ. એટલા માટે તે ડ્રેસ બાળવા માટે એક છૂટાછેડા પાર્ટી રાખવા માંગતી હતી. તેની બહેને આ ફોટો ફેસબુક પર મૂક્યો છે ત્યારબાદ તે વાયરલ થઈ ગયો છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
