For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

થાઇલેન્ડ: ચાઇલ્ડ સેન્ટરમાં પૂર્વ પોલીસ અધિકારીએ કર્યો અંધાધુધ ગોળીબાર, 34 લોકોના મોત

થાઈલેન્ડમાં ચાઈલ્ડ કેર સેન્ટરમાં અંધાધુધ ગોળીબાર કરવામાં આવ્યો છે. આ ગોળીબારમાં 34 જેટલા લોકોના મોત થયા છે. ઉલ્લેખનિય છેકે આ હુમલાનો ભોગ બનેલા મોટાભાગના બાળકો છે. પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર આ હુમલો દેશના પૂર્વોત્તર

|
Google Oneindia Gujarati News

થાઈલેન્ડમાં ચાઈલ્ડ કેર સેન્ટરમાં અંધાધુધ ગોળીબાર કરવામાં આવ્યો છે. આ ગોળીબારમાં 34 જેટલા લોકોના મોત થયા છે. ઉલ્લેખનિય છેકે આ હુમલાનો ભોગ બનેલા મોટાભાગના બાળકો છે. પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર આ હુમલો દેશના પૂર્વોત્તર વિસ્તારમાં થયો હતો. આ ભીષણ ગોળીબાર બંદૂકધારી હુમલાખોરે કર્યો હતો, જે પોતે ભૂતપૂર્વ પોલીસ અધિકારી છે અને આ ઘટનાને અંજામ આપ્યા બાદ તેણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. ગોળીબારનુ કારણ હજુ સુધી જાણી શકાયુ નથી.

Thailand

એક અહેવાલ મુજબ પોલીસે જણાવ્યું હતું કે પીડિતોમાં 22 બાળકો અને પુખ્ત વયના લોકો પણ સામેલ છે. મીડિયા અહેવાલ મુજબ 34 લોકોની હત્યા કર્યા પછી આરોપી ભૂતપૂર્વ પોલીસ અધિકારીએ તેની પત્ની અને બાળકોની પણ ગોળી મારીને હત્યા કરી અને પછી પોતાને પણ ગોળી મારી દીધી હતી. અગાઉ, પોલીસે અહેવાલ આપ્યો હતો કે ભૂતપૂર્વ પોલીસ અધિકારી આ ઘટનાને અંજામ આપ્યા પછી બેંગકોક લાઇસન્સ પ્લેટ સાથે સફેદ પીકઅપ વાનમાં ભાગી ગયો હતો. વાહનનો નંબર જાહેર કરતી વખતે પોલીસે 192 નંબર પર ફોન કરી માહિતિ આપવા જણાવ્યુ હતુ. સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન પ્રયુત ચાન ઓચાએ તમામ એજન્સીઓને તાત્કાલિક પગલાં લેવા અને ગુનેગારને પકડવા માટે એલર્ટ કરી છે.

ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર થાઈલેન્ડમાં લાયસન્સવાળી બંદૂકોની સંખ્યા અન્ય દેશોની સરખામણીએ વધુ છે. જો કે, લોકોમાં ગેરકાયદેસર હથિયાર રાખવાની પ્રથા ન હોવાને કારણે આ પ્રકારનું માસ શૂટિંગ ભાગ્યે જ જોવા મળે છે. આવી જ ઘટના વર્ષ 2020 માં બની હતી જ્યારે પ્રોપર્ટી ડીલર પર ગુસ્સે થયેલા એક સૈનિકે ગોળીબાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 29 લોકો માર્યા ગયા હતા અને 57 લોકો ઘાયલ થયા હતા.

English summary
Thailand: 34 killed as ex-police officer opens fire at child center
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X