વર્ષ 2016 નો સાહિત્યનો નોબલ પુરસ્કાર બૉબ ડિલનના ફાળે

Subscribe to Oneindia News

વર્ષ 2016 માટે સાહિત્યના નોબલ પુરસ્કારની ઘોષણા પણ થઇ ચૂકી છે. આ વર્ષે સાહિત્ય માટેનુ નોબલ પુરસ્કાર અમેરિકી લોક ગાયક બૉબ ડિલનને આપવામાં આવ્યુ છે. અત્યાર સુધીમાં ભૌતિક, રસાયણ, અર્થશાસ્ત્ર, શાંતિ અને ચિકિત્સાના નોબલ પુરસ્કારની ઘોષણા થઇ ચૂકી છે. બૉબ ડિલનને આ વર્ષનો નોબલ પુરસ્કાર તેમની નવી નવી કાવ્ય અભિવ્યક્તિઓ માટે આપવામાં આવ્યો છે.

nobel

નોબલ એકેડમીની માનીએ તો બૉબે અમેરિકામાં પ્રચલિત ગાયન પરંપરામાં એક નવા યુગની શરુઆત કરી છે.
બૉબ ડિલનનો જન્મ 21 મે, 1941 માં અમેરિકાના મિનેસોટામાં થયો હતો. વર્ષ 1959 માં તેમણે પોતાની કારકિર્દી શરુ કરી હતી. મિનોસેટાના કોફી હાઉસમાં તે સમયે તેમણે ગાવાનુ શરુ કર્યુ. વર્ષ 1965 માં તેમનુ 6 મિનિટનુ સિંગલ રિલિઝ થયુ. " લાઇક અ રોલિંગ સ્ટોન " નામના આ સિંગલ બાદ તેમની કારકિર્દી એક નવી ઉંચાઇ પર પહોંચી ગઇ હતી.

સામાન્ય રીતે સાહિત્યના નોબલની ઘોષણા પણ તે જ સપ્તાહમાં થઇ જાય છે જે સપ્તાહમાં વિગ્નાનના નોબલ પુરસ્કાર આપવામાં આવે છે. પરંતુ આ વર્ષે આમાં મોડુ થઇ ગયુ અને સૂત્રોની માનીએ તો આ માટે જ્યૂરી વચ્ચેના મતભેદો કારણભૂત છે.

English summary
The 2016 ‪Nobel Prize in Literature is awarded to Bob Dylan.
Please Wait while comments are loading...