US ELECTION 2024 RESULT: અમેરિકાના આ રાજ્યમાં જે જીતશે તે બનશે 47માં રાષ્ટ્રપતિ, હાલ ડોનાલ્ડ ટ્રમ્પ આગળ
US ELECTION RESULT: અમેરિકાની ચૂંટણીના પરિણામમાં ખરાખરીનો જંગ જામ્યો છે. કોણ અમેરીકાની સત્તા પર બીરાજશે તે કહેવુ મુશ્કેલ છે ત્યારે હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીતની રેસમાં આગળ છે. અમેરીકાની ચૂંટણીમાં જો કોઈ મહત્વનું રાજ્ય હોય તો તે છે પેન્સિલવેનિયા.
જે ઉમેદવાર પેન્સિલવેનિયામાં જીતે છે તે અમેરિકાની ચૂંટણી જીતી જાય છે તેવી એક માન્યતા છે ત્યારે અત્યારે પેન્સિલવેનિયામાં 47.23% મતોની ગણતરી સાથે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 50.14% મતો સાથે આગળ છે, જ્યારે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ 48.95% સાથે સહેજ પાછળ છે.

પેન્સિલવેનિયા કુલ 19 ચૂંટણી મતો ધરાવે છે, આ કારણે આ રાજ્યમાં ખરાખરીનો જંગ જોવા મળે છે કારણ કે, અહીંથી જીતવા માટે ઉમેદવારો મજબૂત પ્રચાર કરે છે અને લોકોનો વિશ્વાસ જીતવા એડીચોટીનું જોર લગાવે છે. આ રાજ્યના મતોની ગણતરી જેમ જેમ થાય છે તેમ તેમ પરિણામો બદલતા રહે છે.
2020ની ચૂંટણીના પરિણામમાં પેન્સિલવેનિયામાં ટ્રમ્પ બે લાખના મતોથી આગળ હતા પરંતુ અંતિમ ગણતરીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જો બિડેન સામે હારી ગયા હતા.
જો કે, આ પરિસ્થિતિ પર વધુ વાત કરીએ તો, કમલા હેરિસ મિશગન, પેન્સિલવેનિયા અને વિસ્કોન્સિન જીતે તો તે હજુ પણ ચૂંટણી જીતી શકે છે. જો તે આ પણ રાજ્ય ગુમાવે છે તો તે રાષ્ટ્રપતિ નહીં બની શકે.
આ 7 રાજ્ય છે મહત્વના
પેન્સિલવેનિયા, એરિઝોના, જ્યોર્જિયા, મિશિગન, નેવાડા, નોર્થ કેરોલિના અને વિસ્કોન્સિનના સાત મહત્વના રાજ્યો છે, જે આ રાજ્યમાં જીતશે તે યુનાઇટેડ સ્ટેટ્સના 47માં રાષ્ટ્રપતિ કોણ હશે તે અસરકારક રીતે નક્કી કરે તેવી અપેક્ષા છે. ટ્રમ્પ અને હેરિસ વચ્ચેનો મુકાબલો જોરદાર રીતે લડાઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
