Open AIના CEOએ આપી ચેતવણી, જોખમી સાબિત થઇ શકે છે એઆઇ, બચવા માટે...
Open AI : ચેટ જીટીપીને ગત વર્ષે ઓપન એઆઇ લોન્ચ કર્યું હતું. ત્યાથી લઇને અત્યાર સુધી આ ચેટ બોક્સ બજારમાં ચર્ચાનો વિષય રહ્યો છે. ચેટ જીટીપીથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે તેમના મનમાં સવાલ ઉઠી રહ્યા છે કે, ચેટ જીટીપીને કારણે લાખો લોકોની નોકરી જઇ શકે છે.
થોડા સમય પહેલા ઓપન એઆઈએ એક રિપોર્ટ શેર કર્યો હતો, જેમાં કંપનીએ જણાવ્યું હતું કે, ચેટ જીપીટીના કારણે કોની નોકરી જોખમમાં છે અને કોણ તેનાથી સુરક્ષિત છે.

આ દરમિયાન ઓપન એઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન સોમવારના રોજ સંસદીય પેનલમાં હાજર થયા હતા. આ દરમિયાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સમાજ માટેના જોખમો અને ચેતવણીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સબકમિટીના ચેરમેન રિચાર્ડ બ્લુમેન્થલે સુનાવણીની શરૂઆતમાં એક ઓડિયો ક્લિપ વગાડી હતી. આ ઓડિયોમાં એક અવાજ હતો, જે એમએલએનો સંભળાઈ રહ્યો હતો. જ્યારે વાસ્તવમાં, તે AI ની મદદથી બનાવવામાં આવ્યું હતું.
સુનાવણી દરમિયાન, સેમ ઓલ્ટમેને મંગળવારના રોજ યુએસ ધારાસભ્યોને જણાવ્યું કે, તેના ચેટબોટથી વિશ્વને ચોંકાવી દીધા પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું નિયમન કરવું જરૂરી છે.
સેમ ઓલ્ટમેને વધુમાં જણાવ્યું હતું કે, AI દ્વારા ઊભા થતા જોખમોને ઘટાડવા માટે સરકારી હસ્તક્ષેપ મહત્વપૂર્ણ રહેશે. ઓલ્ટમેને કોંગ્રેસને મોટી ટેક પર નવા નિયમો લાદવા વિનંતી કરી હતી.
ઓલ્ટમેને કહેલી પાંચ મુખ્ય બાબતો
એઆઈના વૈશ્વિક ચહેરા ઓલ્ટમેને ચેતવણી આપી છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આપણા જીવનના લગભગ દરેક પાસાઓને સુધારવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ તેનાથી ગંભીર જોખમો પણ છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સમય જતાં AI એક દિવસ માનવ જીવનના કેટલાક સૌથી મોટા પડકારોને હલ કરશે, જેમ કે આબોહવા પરિવર્તન અને કેન્સરની સારવાર. જોકે, બીજી તરફ તે મોટા પાયે નોકરીની તકો પર અસર કરશે.
સેમ ઓલ્ટમેન સરકારો દ્વારા નિયમનકારી હસ્તક્ષેપ પર ભાર મૂકે છે. સેમ ઓલ્ટમેને જણાવ્યું હતું કે, AIના ખતરાને ઘટાડવા માટે સરકારી હસ્તક્ષેપ જરૂરી છે.
સેમ ઓલ્ટમેને સૂચન કર્યું કે, યુએસ સરકાર AI મોડલ બહાર પાડતા પહેલા લાયસન્સ અને પરીક્ષણની આવશ્યકતાઓને જોડવાનું વિચારી શકે છે.
એક અહેવાલ અનુસાર, ઓલ્ટમેને ટેક્નોલોજી પર નિયમો નક્કી કરવા અને AIને નિયંત્રિત કરવા માટે યુએસ એજન્સી અને વૈશ્વિક સંકલન બનાવવાની ભલામણ કરી હતી. એઆઈના ખતરાને ઘટાડવા માટે વૈશ્વિક સ્તરે કંઈક કરવાની જરૂર છે, પરંતુ યુએસએ નેતૃત્વ કરવું જોઈએ.
સેમ ઓલ્ટમેને સુનાવણી દરમિયાન શ્રમ બજારમાં તેમને પડતી મુશ્કેલીઓ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, લોકોને નોકરી ગુમાવવાનો સૌથી વધુ ડર છે. AI નોકરીઓમાં નહીં, પરંતુ કાર્યોમાં સારું રહેશે. તેમણે એમ પણ કહ્યું કે AIમાં સારી ગુણવત્તાવાળી નોકરીઓનું સર્જન કરવાની ક્ષમતા છે.












Click it and Unblock the Notifications
