For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એ દેશ જ્યાં કોરોનાએ ફરી કેર વર્તાવ્યો, એક જ દિવસમાં એક હજારનાં મૃત્યુ

શનિવારે રશિયામાં કોરોનાના કારણે એક હજાર લોકોનાં મૃત્યુ થયાં, રશિયામાં એક દિવસમાં થયેલાં મૃત્યુનો આ વિક્રમી આંક છે. રશિયામાં કેટલાંક અઠવાડિયાંથી આંક વધી રહ્યો છે, જેની માટે રશિયાની સરકાર ત્યાંની પ્રજાને જવાબદાર ઠેરવે છે ક

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

શનિવારે રશિયામાં કોરોનાના કારણે એક હજાર લોકોનાં મૃત્યુ થયાં, રશિયામાં એક દિવસમાં થયેલાં મૃત્યુનો આ વિક્રમી આંક છે. રશિયામાં કેટલાંક અઠવાડિયાંથી આંક વધી રહ્યો છે, જેની માટે રશિયાની સરકાર ત્યાંની પ્રજાને જવાબદાર ઠેરવે છે કે તેમણે રસી ન લીધી.

રશિયાની કુલ વસતીના ત્રીજા ભાગના લોકોએ જ કોરોનાની રસી લીધી છે, કારણકે પ્રજામાં કોરોનાની રસી પ્રત્યે અવિશ્વાસ છે.

શનિવારે રશિયામાં કોરોના વાઇરસના સંક્રમણના 33 હજાર કેસ સામે આવ્યા છે.

રશિયામાં કોરોનાના ઍક્ટિવ કેસોની સંખ્યા 7,50,000 છે અને સંક્રમણના કુલ કેસો 80 લાખને પાર પહોંચી ગયા છે.

અત્યાર સુધીમાં રશિયામાં કોરોનાના કારણે બે લાખ 22 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે, મૃત્યુના આંકની બાબતમાં યુરોપમાં રશિયા ટોચ પર છે.

રશિયાની સરકારે અત્યાર સુધીમાં કોરોનાના કારણે કડક પ્રતિબંધો લાદ્યા છે; સરકારનું કહેવું છે કે અર્થવ્યવસ્થાની ગતિ મંદ પડે એવું તેઓ ઇચ્છતા નથી.

સરકારના પ્રયાસ છે કે રસીકરણ પર વધારે ભાર મૂકવામાં આવે.


'રસી ન લઈને તમે તમારા મૃત્યુને નોતરો છો'

https://www.youtube.com/watch?v=WX6j8i5-kXQ

સરકારી પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું છે કે, "સંક્રમણના કેસ વધી રહ્યા છે અને એવામાં લોકોને એ જણાવવું જરૂરી છે કે રસી તેમના બચાવ માટે છે અને લોકોએ રસી લેવી જોઈએ."

"રસી ન લઈને તમે તમારા મૃત્યુનું જોખમ નોતરી રહ્યા છો."

રશિયન સરકારનો દાવો છે કે દેશની આરોગ્યવ્યવસ્થા સારી છે અને કોરોનાના વધી રહેલા કેસ સામે લડવા માટે તૈયાર છે.

આરોગ્યમંત્રી મિખાઇલ મુરાશ્કોએ ડૉક્ટરોને અપીલ કરી છે કે, 'જે ડૉક્ટરો કોવિડના ડરથી પ્રૅક્ટિસ છોડી ચૂક્યા છે, તેઓ કોરોનાની રસી લે અને કામ પર પરત આવી જાય.'

રશિયામાં કોરોનાના ઍક્ટિવ કેસોની સંખ્યા 7,50,000 છે અને સંક્રમણના કુલ કેસો 80 લાખને પાર પહોંચી ગયા છે.


રશિયામાં કોરોના રસીકરણ

રશિયાની કુલ વસતીના ત્રીજા ભાગી પ્રજાએ જ કોરોનાની રસી લીધી છે અને એક ડોઝ લેનાર તથા બંને ડોઝ લેનાર લોકોની સંખ્યામાં ઝાઝું અંતર નથી.

એનો એવો અર્થ કાઢવામાં આવી રહ્યો છે કે અહીંની મોટાભાગની પ્રજા કોરોનાની રસી લેવા તૈયાર નથી; તાજેતરના ઓપિનિયન પોલ પ્રમાણે આ આંકડો 50 ટકા કરતાં વધારે હોઈ શકે છે.

રશિયા રસી વિકસાવવાનો મામલામાં આટલું ધીમી નહોતું.

રશિયાની સ્પુતનિક વી રસી ઘણી વહેલા શોધાઈ હતી અને એ બાદ અન્ય ત્રણ રસીને મંજૂરી આપી દેવાઈ છે.મ

કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=yUwejY1AQ-I

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
The country where Corona took care again, a thousand deaths in a single day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X