For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફઘાનિસ્તાનમાં યુએસ આર્મી અભિયાનનો અંત, જાણો બાઇડને શું કહ્યું?

અફઘાનિસ્તાનમાં 20 વર્ષથી વધુ સમયથી અમેરિકાની હાજરીનો અંત આવ્યો છે. છેલ્લા ત્રણ યુએસ લશ્કરી વિમાનોએ મોડી રાત્રે કાબુલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી, જે બાદ અફઘાનિસ્તાનમાં અમેરિકાની સૈન્ય હાજરી હવે સમાપ્ત થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન : અફઘાનિસ્તાનમાં 20 વર્ષથી વધુ સમયથી અમેરિકાની હાજરીનો અંત આવ્યો છે. છેલ્લા ત્રણ યુએસ લશ્કરી વિમાનોએ મોડી રાત્રે કાબુલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી, જે બાદ અફઘાનિસ્તાનમાં અમેરિકાની સૈન્ય હાજરી હવે સમાપ્ત થઈ ગઈ છે. આ અંગે નિવેદન આપતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે, 'અફઘાનિસ્તાનમાં અમારી સૈન્ય હાજરી હવે સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ છે.'

US Army operation

જો બાઇડને કહ્યું કે, "છેલ્લા 17 દિવસોમાં 1,20,000 થી વધુ અમેરિકન નાગરિકોને એરલિફ્ટ કરવા બદલ હું સશસ્ત્ર દળોનો આભાર માનું છું. જે લોકો અફઘાનિસ્તાન છોડવા માંગે છે, તેમના માટે એરપોર્ટ ફરીથી ખોલવાની વ્યવસ્થા કરવામાં આવશે. આજે બાઇડન રાષ્ટ્રને સંબોધિત કરશે.

યુએસના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેને મીડિયામાં નિવેદન આપ્યું હતું કે, 'અમેરિકાએ કાબુલમાં રાજદ્વારી હાજરી સંપૂર્ણપણે સમાપ્ત કરી દીધી છે અને હવે અમે દોહા (કતાર)થી અમારી કામગીરી ચલાવીશું. યુએસ લશ્કરી ફ્લાઇટ્સ સમાપ્ત થઈ ગઈ છે, અમારા સૈનિકો અફઘાનિસ્તાન છોડી ગયા છે, પરંતુ અમેરિકા અફઘાન લોકોને માનવીય સહાયતા આપવાનું ચાલુ રાખશે, જે યુએન એજન્સીઓ, એનજીઓ દ્વારા શક્ય બનશે, અમે આશા રાખીએ છીએ કે, તાલિબાન અમને મદદ કરવાના પ્રયાસોમાં અવરોધો ઉભા કરશે નહીં. અફઘાનિસ્તાનમાં હજૂ પણ લગભગ 200 અમેરિકનો છે, જે તેમને બહાર કાઢવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.

US Army operation

જ્યારે સીએનએન તરફથી ટ્વીટ કરીને લશ્કરી કામગીરીના અંત વિશે માહિતી આપવામાં આવી છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, 'ત્રણ સી 17 વિમાનો હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સતત પ્રસ્થાન કરી રહ્યા છે. અત્યારે કાબુલમાં મધરાત છે. આ અફઘાનિસ્તાનમાં અમેરિકાની હાજરીનો અંત છે.

ઉલ્લેખનીય છે કે, કાબુલ એરપોર્ટ પર ISIS-K હુમલા બાદ અમેરિકાએ ડ્રોન સ્ટ્રાઈકમાં બંને કાવતરાખોરોને મારી નાખીને બદલો લીધો હતો, જેના પર તાલિબાન ગુસ્સે ભરાયા હતા અને કડક શબ્દોમાં કહ્યું હતું કે, જો અમેરિકાને અફઘાનિસ્તાનમાં કોઈ સમસ્યા હોય તો, તેના માટે તેણે તાલિબાનનો સંપર્ક કરવો જોઈએ અને પોતે અફઘાનિસ્તાન પર હુમલો ન કરવો જોઈએ. આ સાથે તાલિબાને કહ્યું હતું કે, જ્યારે અમેરિકન સૈનિકો અહીંથી સંપૂર્ણપણે ચાલ્યા જશે, ત્યારે તેમને પોતના નવા મંત્રીમંડળની જાહેરાત કરશે, હવે જ્યારે અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાન છોડી ગયા છે, ત્યારે જોવું એ રહ્યું કે, તાલિબાનનું આગળનું પગલું શું હશે?

English summary
The US presence in Afghanistan for more than 20 years has come to an end. The last three U.S. military planes flew from Kabul airport late last night, after which the U.S. military presence in Afghanistan has now come to an end.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X