For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓફિસમાં તલવાર ફેરવતા હતા માર્ક ઝુકરબર્ગ, પૂર્વ કર્મચારીએ કર્યો ખુલાસો

સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Facebookની પેરેન્ટ કંપની Metaના કો-ફાઉન્ડર અને CEO માર્ક ઝકરબર્ગ વિશે એક વિચિત્ર ખુલાસો થયો છે, જેને જાણીને લોકો ખૂબ જ આશ્ચર્યમાં છે. આ વાતનો ખુલાસો ફેસબુકના એક પૂર્વ કોડરે કર્યો છે. ઝક

|
Google Oneindia Gujarati News

સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Facebookની પેરેન્ટ કંપની Metaના કો-ફાઉન્ડર અને CEO માર્ક ઝકરબર્ગ વિશે એક વિચિત્ર ખુલાસો થયો છે, જેને જાણીને લોકો ખૂબ જ આશ્ચર્યમાં છે. આ વાતનો ખુલાસો ફેસબુકના એક પૂર્વ કોડરે કર્યો છે. ઝકરબર્ગ સાથે કામ કરવા દરમિયાન પોતાના અનુભવને શેર કરતા તેણે કહ્યું કે જ્યારે તે ફેસબુક પર કામ કરતો હતો ત્યારે તેની સાથે ખૂબ જ વિચિત્ર ઘટનાઓ બની હતી, જેનો સીધો સંબંધ માર્ક ઝકરબર્ગ સાથે હતો.

ફેસબુકના પૂર્વ કોડરનો ખુલાસો

ફેસબુકના પૂર્વ કોડરનો ખુલાસો

ભૂતપૂર્વ ફેસબુક કોડર નોહ કાગને, તેના એક ટિકટોક વીડિયો પર એક વિડિયો પોસ્ટ કરીને ખુલાસો કર્યો કે ઝુકરબર્ગને ઓફિસમાં કટાના તલવાર (જાપાનીઝ તલવારનો એક પ્રકાર) લહેરાવવાની વિચિત્ર આદત હતી. જ્યારે કંપની મેટા નહીં પણ Facebook તરીકે જાણીતી હતી ત્યારે નોહ ફેસબુક કંપનીના કર્મચારીઓમાંનો એક હતો.

નોહ કાગન ફેસબુકના 30મા કર્મચારી હતા

નોહ કાગન ફેસબુકના 30મા કર્મચારી હતા

ભૂતપૂર્વ કોડરે તેના વિડિયોમાં ખુલાસો કર્યો હતો કે ઝકરબર્ગ જ્યારે તેને વેબસાઈટ પર પોસ્ટ કરાયેલા કોડ અને સામગ્રી પસંદ ન હતી ત્યારે તે તેની તલવાર લહેરાવતો હતો. વીડિયોની શરૂઆતમાં, કાગને આ વિચિત્ર બાબત વિશે જણાવ્યું. તમને જણાવી દઈએ કે નોહ કાગન વર્ષ 2004માં લોન્ચ થયેલા ફેસબુકના 30મા કર્મચારી હતા. તેણે કહ્યું કે ફેસબુક પર કામ કરવાનો કદાચ "અજબ" ભાગ હતો જ્યારે સીઇઓ માર્ક ઝકરબર્ગે કટાના તલવાર લહેરાવી હતી.

'હું તને કાપી નાખીશ'

'હું તને કાપી નાખીશ'

પોતાના વિડિયોમાં ઝકરબર્ગની તલવાર વિશેનો વિડિયો શેર કરતાં કાગને કહ્યું, "તેની પાસે કેટલીક મોટીવેશન લાઇનો હતી. પ્રેમથી તે કહેતો હતો, 'જો તું વહેલું નહીં કરે, તો હું તને મોઢા પર મુક્કો મારીશ,'" અથવા 'હાથમાં મોટી તલવાર લઈને તે કહેતો હતો કે હું તને એથી કાપી નાખીશ.' તેના વીડિયોમાં, ભૂતપૂર્વ કોડરે કહ્યું કે મને હજુ પણ ખબર નથી કે તેની પાસે તે તલવાર કેમ હતી.

ભૂતપૂર્વ કર્મચારીએ ઝકરબર્ગના વખાણ કર્યા

ભૂતપૂર્વ કર્મચારીએ ઝકરબર્ગના વખાણ કર્યા

તેણે દાવો કર્યો હતો કે ખૂબ જ શાંત સ્વભાવના દેખાતા ઝકરબર્ગ પોતાનું કામ કરાવવા માટે આ રીતે તલવારનો ઉપયોગ કરતા હતા. સાથોસાથ, તેણે ખુલાસો કર્યો કે ઝકરબર્ગે એવા સમયે તમામ ફેસબુક કર્મચારીઓ માટે પાર્કિંગ ટિકિટ માટે ચૂકવણી કરી હતી જ્યારે ફેસબુક ધીમે ધીમે વિકાસ તરફ કામ કરી રહ્યું હતું. રસપ્રદ વાત એ છે કે, 2005માં કંપનીમાં જોડાનાર કાગને ઝકરબર્ગની તલવાર વિશે વાત કરી હોય તેવું આ પ્રથમ વખત નથી. તેમણે તેમના 2014 પુસ્તક "How I Lost 170 Million Dollars: My Time as #30 at Facebook" માં વિગતવાર વર્ણન કર્યું છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો

ઝકરબર્ગની આ વિચિત્ર આદતનો ખુલાસો કરતો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ફેસબુકના ભૂતપૂર્વ કર્મચારીએ તેના ટિકટોક એકાઉન્ટ પર આ વાત શેર કરી છે. આ વીડિયોને 30 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે, જેના કમેન્ટ સેક્શનમાં લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. Noah Kagan એ ચીફ સુમોના સહ-સ્થાપક અને AppSumo ના CEO છે, જે ડિજીટલ રીતે ડિલિવરી થતી ચીજવસ્તુઓ અને ઓનલાઈન સેવાઓ માટેની દૈનિક ડીલ્સ વેબસાઈટ છે.

English summary
The former employee Said- Mark Zuckerberg was wielding a sword in the office
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X