અમેરિકી રાષ્ટ્રપતિ રોકાય ત્યાંથી 10 મિનિટના અંતરે હોય છે હોસ્પિટલ, જાણો શું છે પ્રોટોકોલ?

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન G20 સમિટ માટે ભારત આવી ચુક્યા છે. પોતાના ચાર રાષ્ટ્રપતિની હત્યા પછી અમેરિકન સિક્રેટ એજન્ટ સુરક્ષાને લઈને સતત સતર્ક રહે છે. આ જ કારણ છે કે અમેરિકી રાષ્ટ્રપતિની સુરક્ષા માટે ખાસ પ્રોટોકોલ હોય છે.

જો બાઈડન G-20 સમિટમાં ભાગ લેવા ભારત પહોંચી ચુક્યા છે. તેમની સુરક્ષા માટે સિક્રેટ સર્વિસ એજન્ટથી લઈને એસપીજી કમાન્ડો તૈનાત કરાયા છે. તેમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે.

US President

જો બાઈડન જ્યાં રોકાશે ત્યાંથી 10 મિનિટ દૂર હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવી છે. અમેરિકન રાષ્ટ્રપતિ જ્યાં રોકાય છે તેની નજીક હોસ્પિટલ પ્રોટોકોલનો ભાગ છે. આની પાછળ ખાસ કારણ છે.

રાષ્ટ્રપતિના રોકાણથી 10 મિનિટ દૂર ઈમરજન્સી માટે હોસ્પિટલ હોવી જરૂરી છે. તેઓ જ્યાં રોકાય ત્યાં નજીકની હોસ્પિટલમાં એજન્ટ કોઈ પણ ઈમરજન્સીના સંજોગોમાં ડૉક્ટર સાથે વાત કરી સારવાર કરાવી શકે.

અહીં તેમના બ્લડ ગ્રુપનું બ્લડ પણ સાથે રાખવામાં આવે છે. જણાવી દઈએ કે બાઈડન આઈટીસી મૌર્ય હોટલમાં રોકાયા છે. આ હોટલના 400 રૂમ બુક કરવામાં આવ્યા છે. જેથી તેમની સુરક્ષામાં કોઈ ભૂલ ન થાય. અહીં રાષ્ટ્રપતિ બાઈડન 14માં માળે રહેશે.

રાષ્ટ્રપતિ જો બાઈડનની સુરક્ષા ત્રણ સ્તરમાં ડિવાઈડ હોય છે. પ્રથમ સ્તર રાષ્ટ્રપતિના પ્રોટેક્ટિવ ડિવિઝન એજન્ટ હોય છે. આ પછી વચ્ચે સિક્રેટ સર્વિસના એજન્ટ હોય છે અને આ પછી પોલીસ ફોર્સ હોય છે.

ભારતમાં તેમની સુરક્ષા માટે SPG કમાન્ડો પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે દિલ્હી પોલીસ પણ સુરક્ષા વ્યવસ્થા જાળવશે. તેમના કાફલામાં આવતા માર્ગો પર સામાન્ય જનતા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે જ્યારે પણ અમેરિકી રાષ્ટ્રપતિ વિદેશ પ્રવાસ પર હોય ત્યારે તેમના સિક્રેટ સર્વિસ એજન્ટ તેમની મુલાકાતના ત્રણ મહિના પહેલા ત્યાં સુરક્ષાની જવાબદારી સંભાળી લે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X