ખાલિસ્તાનીઓના મોઢા પર તમાચો, લંડનમાં ભારતીય એમ્બેસીએ લહેરાવ્યો વિશાળ તિરંગો, વીડિયો વાયરલ

ભારતીય એમ્બેસીએ ખાલીસ્તાનીઓના કૃત્ય પર જોરદાર તમાચો મારીને વિશાળકાય તિરંગો લહેરાવ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

london

Indian High Commission London huge Tricolour: ભારતીય એમ્બેસીએ ખાલીસ્તાનીઓના કૃત્ય પર જોરદાર તમાચો મારીને વિશાળકાય તિરંગો લહેરાવ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે લંડન સ્થિત ભારતીય એમ્બેસીમાંથી ખાલિસ્તાનીઓએ રવિવારે ભારતીય તિરંગાને કાઢીને ફેંકી દીધો હતો. હવે, ભારતીય એમ્બેસીએ પહેલાથી પણ મોટો તિરંગો લહેરાવીને ખાલીસ્તાનીઓને જોરદાર જવાબ આપ્યો છે.

ભારતીય હાઈ કમિશનમાંથી તિરંગો હટાવવાના પ્રયાસ બાદ સમગ્ર ભારતમાં ખાલિસ્તાનીઓ સામે ગુસ્સો ફાટી નીકળ્યો છે અને લોકોની માંગ છે કે જેઓ વિદેશમાં રહે છે અને ખાલિસ્તાનીઓને સમર્થન આપે છે તેમની સામે ભારત સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ અને તેમના તમામ કનેક્શન ભારત સાથે સંપૂર્ણપણે કાપી નાખવા જોઈએ.

ખાલિસ્તાન સમર્થકોના એક જૂથે 'ખાલિસ્તાન ઝિંદાબાદ'ના નારા સાથે ભારતીય ધ્વજ નીચે ખેંચ્યાના એક દિવસ પછી લંડનમાં ભારતીય હાઈ કમિશને વિશાળ ત્રિરંગા સાથે યોગ્ય જવાબ આપ્યો છે. ખાલિસ્તાન સમર્થકોના જૂથે યુકેમાં ભારતીય હાઈ કમિશનની બહાર અલગતાવાદી નેતા અમૃતપાલ સિંહના ધ્વજ અને પોસ્ટરો સાથે વિરોધ કર્યો હતો, સૂત્રોચ્ચાર કર્યા હતા. રવિવારે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં ખાલિસ્તાન સમર્થકોની હિંસક કૃત્ય સ્પષ્ટપણે જોઈ શકાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ખાલિસ્તાની સમર્થકો લંડનમાં ભારતીય મિશન પર લહેરાતા ભારતીય રાષ્ટ્રધ્વજને નીચે ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટના બાદ ભારતે બ્રિટિશ સરકાર સમક્ષ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ભારત સરકારે એક વરિષ્ઠ બ્રિટિશ રાજદ્વારીને બોલાવ્યા અને યુકે પર ભારતીય રાજદ્વારી પરિસરની સુરક્ષા પ્રત્યે "ઉદાસીનતા" નો આરોપ મૂક્યો.

બ્રિટિશ હાઈ કમિશનર એલેક્ઝાન્ડર ડબલ્યુ એલિસે રવિવારે આ ઘટનાને અસ્વીકાર્ય ગણાવી હતી. ભારત સરકાર વતી તેમની સહકર્મી, ડેપ્યુટી ક્રિસ્ટીના સ્કોટને ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા સમન્સ મોકલવામાં આવે તે પહેલાં, એલિસે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેને લંડનમાં ઈન્ડિયા હાઉસમાં "અપમાનજનક કૃત્ય" તરીકે વર્ણવ્યું હતુ અને "સંપૂર્ણપણે અસ્વીકાર્ય" ગણાવ્યુ છે.

આ ઘટનાના અડધા કલાકની અંદર, ભારતીય વિદેશ મંત્રાલયે યુકેના ડેપ્યુટી હાઈ કમિશનરને બોલાવીને સખત વિરોધ નોંધાવ્યો હતો અને વિદેશ મંત્રાલયની પ્રેસનોટમાં જણાવાયું હતું કે, "ભારત યુકેમાં ભારતીય રાજદ્વારી પરિસર અને કર્મચારીઓની સુરક્ષા પ્રત્યે યુકે સરકારની ઉદાસીનતાને અસ્વીકાર્ય માને છે. ભારતે યુકે સરકાર પાસે "ઘટનામાં સંડોવાયેલા લોકોની ઓળખ, ધરપકડ અને કેસ ચલાવવાની માંગણી કરી તાત્કાલિક પગલાં લેવા કહ્યુ હતુ. અગાઉ સપ્ટેમ્બર 2019માં પણ કાશ્મીરી અલગતાવાદી કૂચ દરમિયાન ભારતીય મિશન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં ભારતીય મિશનની બારીઓ તૂટી ગઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X