For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પત્નીને પુરૂષ ડોક્ટરે આપી રસી તો પતિએ રાજ્યપાલને મારી થપ્પડ

ઈરાનમાં એક કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિએ પ્રાંતના ગવર્નરને એટલા જોરથી થપ્પડ મારી કે, કાર્યક્રમમાં હાજર તમામ લોકો ચોંકી ગયા હતા. રાજ્યપાલ જ્યારે મંચ પરથી લોકોને સંબોધિત કરી રહ્યા હતા.

|
Google Oneindia Gujarati News

તેહરાન : ઈરાનમાં એક કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિએ પ્રાંતના ગવર્નરને એટલા જોરથી થપ્પડ મારી કે, કાર્યક્રમમાં હાજર તમામ લોકો ચોંકી ગયા હતા. રાજ્યપાલ જ્યારે મંચ પરથી લોકોને સંબોધિત કરી રહ્યા હતા, તે સમયે ભરચક સભામાં એક વ્યક્તિએ રાજ્યપાલને થપ્પડ મારી દીધી હતી, જે બાદ આરોપી વ્યક્તિને ત્યાં હાજર ગાર્ડે પકડી લીધો હતો, પરંતુ થપ્પડની વચ્ચે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.

રાજ્યપાલને પડી થપ્પડ

રાજ્યપાલને પડી થપ્પડ

રિપોર્ટ અનુસાર આરોપી વ્યક્તિ રાજ્યપાલ પર માત્ર એટલા માટે ગુસ્સે હતો. કારણ કે, તેની પત્નીને એક પુરુષ ડોક્ટર દ્વારા કોવિડ-19ની રસી આપવામાં આવી હતીઅને તે આ સહન કરી શક્યો ન હતો અને તેણે ગુસ્સામાં આવીને રાજ્યપાલને જ થપ્પડ મારી દીધી હતી.

ઈરાન સરકારની ફાર્સ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ,ગવર્નરનું નામ અબેદિન ખુર્રમ છે, જે અઝરબૈજાનની સરહદ નજીક ઉત્તર-પશ્ચિમ ઈરાનમાં ગવર્નર તરીકે તૈનાત છે અને તેમને સખત થપ્પડ મારવામાં આવી છે.

રિપોર્ટઅનુસાર, આબેદીન ખુર્રમ ભૂતકાળમાં પ્રાંતીય કમાન્ડર રહી ચૂક્યા છે અને ભૂતકાળમાં સીરિયન બળવાખોરો દ્વારા તેનું કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું.

જ્યારેતેઓ ઉદ્ઘાટન સંબોધન માટે મંચ પર આવ્યા અને પોડિયમ પર પહોંચ્યા બાદ તેમણે ત્યાં હાજર લોકોને સંબોધવાનું શરૂ કર્યું હતું, આવા સમયે એક વ્યક્તિએ ખુર્રમનાચહેરા પર જોરથી થપ્પડ મારી દીધી હતી.

થપ્પડનો અવાજ જોરદાર હતો

થપ્પડનો અવાજ જોરદાર હતો

આરોપીએ ગવર્નરને એટલી જોરથી થપ્પડ મારી હતી કે, થપ્પડનો અવાજ માઈકમાં કેદ થઈ ગયો અને રૂમમાં ગુંજી ઉઠ્યો હતો.

જો કે, થપ્પડ મારવાનું સંપૂર્ણ કારણહજૂ સુધી સામે આવ્યું નથી, પરંતુ અત્યાર સુધી જે રિપોર્ટ આવ્યો છે, તેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની પત્નીને કોવિડ 19ની રસીનો ડોઝ પુરૂષ ડૉક્ટર દ્વારાઆપવામાં આવ્યો હતો, જેથી તે પુરુષ હતો જે કારણે તેના પતિને ખૂબ ગુસ્સો આવ્યો છે.

જ્યારે આરોપી વ્યક્તિએ રાજ્યપાલને થપ્પડ મારી ત્યારે ત્યાં હાજરસુરક્ષાકર્મીઓ તરત જ ત્યાં પહોંચી ગયા અને તેમણે હુમલાખોરને પકડી લીધો અને બાદ તેને સ્થળની બહાર લઈ જઈને ધરપકડ કરવામાં આવી હતી.

જો કે, થપ્પડમાર્યા બાદ પણ ગવર્નર ખુર્રમે પોતાનું ભાષણ ફરી શરૂ કર્યું અને પછી લોકોને સીરિયામાં તેમના અપહરણની વાર્તા કહેવાનું શરૂ કર્યું હતું.

થપ્પડ બાદ રાજ્યપાલનું નિવેદન

જોરશોરથી થપ્પડ ખાધા બાદ રાજ્યપાલ ખુર્રમ જણાવ્યું હતું કે, 'હું તેને બિલકુલ ઓળખતો નથી, પરંતુ તમારે તે જાણવું જોઈએ, જોકે હું તે કહેવા માંગતો ન હતો, જ્યારેહું સીરિયામાં હતો ત્યારે મને દુશ્મન દ્વારા 10 વખત ફટકારવામાં આવ્યો અને મારવામાં આવ્યો હતો. તેઓ મારા માથા પર લોડેડ બંદૂક રાખતા હતા. તેથી જે વ્યક્તિએથપ્પડ મારી હતી, તેને હું માફ કરું છું. આ સાથે રાજ્ય પોલીસે આરોપી વ્યક્તિની ઓળખ એક સુરક્ષા એજન્સીના ગાર્ડ તરીકે કરી છે.

કોણ છે ગવર્નર ખુર્રમ

કોણ છે ગવર્નર ખુર્રમ

ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ ખુર્રમ હવે રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીની સરકાર હેઠળ કામ કરે છે, જે સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના આશ્રયસ્થાન છે.

વર્ષ2013 માં સીરિયામાં બંધક બનાવવામાં આવેલા 48 ઈરાનીઓમાં ખુર્રમ એક હતો, જેમને પાછળથી લગભગ 2,130 બળવાખોરોના બદલામાં મુક્ત કરવામાં આવ્યા હતા.

ઈરાને જણાવ્યું હતું કે, તેમના દેશના શિયા મુસ્લિમોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

English summary
In Iran, an angry man slammed the governor for giving the covid vaccine to his wife by the male doctor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X