મહાયુદ્ધના મંડાણ? ઈઝરાયેલના હુમલાના ભયે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય
દુનિયા ફરીથી એક મહાયુદ્ધ તરફ આગળ વધી રહી છે. ઈઝરાયેલ પર ઈરાનના વળતા હુમલાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યુ છે.
ઈરાનના હુમલા બાદ ઈઝરાયેલે ફરી એકવાર ઈરાનના ઈસ્ફહાન શહેરમાં હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. આ હુમલો સોમવાર સુધીમાં થવાનો હતો પરંતુ ઇઝરાયેલ પહેલાથી જ હુમલો શરૂ કરી ચુક્યું છે.

આ હુમલા બાદ ઈરાને તેની સંરક્ષણ પ્રણાલીને સક્રિય કરી દીધી છે. આ ઉપરાંત ઘણા શહેરોમાં ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે.
ઈરાનના હુમલા બાદ અમેરિકાએ આશંકા વ્યક્ત કરી હતી કે ઈઝરાયેલ ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરી શકે છે. આ હુમલામાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે, હાલ તો એ વાતની જાણકારી નથી કે પરમાણુ યુનિટને નુકસાન થયું છે કે નહીં પરંતુ ઈરાનના પરમાણુ યુનિટ ઈસ્ફહાન શહેરમાં પણ છે.
ઈઝરાયેલના હુમલા બાદ મહા યુદ્ધનો ખતરો વધી રહ્યો છે. રશિયા-યુક્રેન વચ્ચે વર્ષોથી યુદ્ધ ચાલી રહ્યું છે. બીજી તરફ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હવે આ યુદ્ધમાં ઈરાન ખુલ્લેઆમ પેલેસ્ટાઈનની સાથે આગળ આવ્યું છે.
બીજી તરફ રશિયાએ ઈરાન સાથે સહયોગ કરવાની વાત કરી છે. અમેરિકા પહેલાથી જ ઈઝરાયેલની સાથે છે. આ રીતે આ યુદ્ધને બે ભાગમાં વહેંચી શકાય છે અને ઘણા દેશો તેમાં જોડાઈ શકે છે.
ઈઝરાયેલ તરફથી આ હવાઈ હુમલાના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખમેની તેમનો 85મો જન્મદિવસ મનાવી રહ્યા છે. ખામેની 1989 થી ઈરાનના સર્વોચ્ચ નેતા છે.
અમેરિકન બ્રોડકાસ્ટર એબીસી ન્યૂઝ અનુસાર, ઈઝરાયેલે ઈરાનમાં એક સ્થળ પર મિસાઈલ હુમલો કર્યો છે. ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ ઈસ્ફહાન પ્રાંતમાં વિસ્ફોટની જાણકારી આપી છે. ઘણા શહેરોમાં ફ્લાઈટ્સ સ્થગિત કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
