For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાથી સંક્રમિત બ્રિટશ PM બોરિસ જૉન્સની તબિયત બગડી, ICUમાં ભરતી

કોરોના વાયરસથી સંક્રમિત બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસનની તબિયત બગડી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસથી સંક્રમિત બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસનની તબિયત બગડી ગઈ છે. તેમને કાલે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. મોડી રાતે તેમને હોસ્પિટલના આઈસીયુ વૉર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા. હોસ્પિટલમાં ભરત કરતા પહેલા માહિતી આપવામાં આવી કે તેમને નિયમિત ટેસ્ટ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે પરંતુ ત્યાં તેમની તબિયત વધુ બગડી ગઈ છે. તબિયત બગડ્યા બાદ તેમને આઈસીયુમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.

boris johnson

તમને જણાવી દઈએ કે 10 દિવસ પહેલા બોરિસ જૉનસનના કોરોના પીડિત હોવાની પુષ્ટિ થઈ હતી ત્યારબાદ તે પોતાના નિવાસમાં ક્વૉરંટાઈન થઈ ગયા. બોરિસ જૉનસન ત્યાંથી પોતાનુ કાર્ય કરતા હતા પરંતુ તબિયત બગડ્યા બાદ તેમને હોસ્પિટલમાં અને પછી આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી જૉનસનની પ્રેગ્નેન્ટ ફિયાન્સ કેરી સાયમંડ્સમાં પણ કોરોના વાયરસના લક્ષણ દેખાયા ત્યારબાદ તેમણે ખુદને સેલ્ફ આઈસોલેશનમાં રાખ્યા છે.

જૉન્સનની અનુપસ્થિતાં વિદેશ મંત્રી ડૉમેનિક રાબ તેમનુ કામકાજ જોશે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ બોરિસ જૉનસનના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી. પીએમ મોદીએ ટ્વિટ કર્યુ ક્યુ કે નિશ્ચિંત રહે પીએમ બોરિસ જૉન્સન. તમારા જલ્દી હોસ્પિટલથી બહાર આવવા અને સંપૂર્ણપણે સ્વસ્થ થવાની આશા રાખુ છુ.

આ પણ વાંચોઃ કોરોના સંક્રમણને જોતા સરકારે બનાવી આ રણનીતિઆ પણ વાંચોઃ કોરોના સંક્રમણને જોતા સરકારે બનાવી આ રણનીતિ

English summary
The UK prime minister was admitted to hospital for tests on Sunday, 10 days after testing positive for coronavirus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X