For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકા પાસે 9/11 હુમલામાં લાદેન સામે કોઈ પુરાવા નથી - તાલિબાન

અફઘાનિસ્તાનમાં ફરી સરકાર બનાવવા જઈ રહેલા તાલિબાન હજૂ પણ 20 વર્ષ જૂની વાતને વળગી રહ્યા છે. તાલિબાને સ્પષ્ટપણે ફરી એકવાર કહ્યું છે કે, ઓસામા બિન લાદેન અમેરિકામાં 9/11 હુમલામાં શામેલ ન હતો અને તેની સામે એક પણ પુરાવો નથી.

|
Google Oneindia Gujarati News

કાબુલ : અફઘાનિસ્તાનમાં ફરી સરકાર બનાવવા જઈ રહેલા તાલિબાન હજૂ પણ 20 વર્ષ જૂની વાતને વળગી રહ્યા છે. તાલિબાને સ્પષ્ટપણે ફરી એકવાર કહ્યું છે કે, ઓસામા બિન લાદેન અમેરિકામાં 9/11 હુમલામાં શામેલ ન હતો અને તેની સામે એક પણ પુરાવો નથી. તાલિબાને જણાવ્યું છે કે, અફઘાનિસ્તાન યુદ્ધના 20 વર્ષ બાદ પણ ઓસામા બિન લાદેન સામે કોઈ પુરાવા મળ્યા નથી.

bin Laden

લાદેન સામે કોઈ પુરાવા નથી

તાલિબાને દાવો કર્યો છે કે, ઓસામા બિન લાદેન નિર્દોષ છે, તાલિબાને જણાવ્યું હતું કે, 'અમેરિકામાં હુમલામાં ઓસામા બિન લાદેનની સંડોવણી સામે એક પણ પુરાવો નથી. અમેરિકા પર 9/11ના હુમલામાં ઓસામા બિન લાદેન શામેલ હતો તે દર્શાવવા માટે એક પણ પુરાવો નથી. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે વાત કરતા ફરી એક વખત તાલિબાનના 20 વર્ષ જૂના શબ્દોનું પુનરાવર્તન કર્યું છે.

ઝબીહુલ્લા મુજાહિદે કહ્યું કે, 'અફઘાનિસ્તાનમાં 20 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આ 20 વર્ષ યુદ્ધ પછી પણ આવા એક પણ પુરાવા મળ્યા નથી, જે સાબિત કરી શકે કે, ઓસામા બિન લાદેન આ હુમલા માટે જવાબદાર હતો. અમેરિકા જવાબદાર હતું. લાદેનને જવાબદાર ઠેરવવા માટે અમારી પાસે એક પણ પુરાવો નથી.

'ન્યાય માટે કોઈ લડાઈ ન હતી'

તાલિબાન પ્રવક્તાએ અમેરિકા પર અફઘાનિસ્તાનમાં યુદ્ધ લાદવાનો આરોપ લગાવ્યો હતો. તાલિબાન પ્રવક્તાએ કહ્યું કે, 'આ લડાઈ કોઈ પણ રીતે ન્યાય માટે લડાઈ ન હતી, આ લડાઈને યોગ્ય સાબિત કરવા માટે માત્ર એક બહાનું છે'. ઉલ્લેખનીય છે કે, તાલિબાન દ્વારા આપવામાં આવેલા આ નિવેદન બાદ સાબિત થઈ ગયું છે કે તાલિબાન હજૂ પણ પોતાના 20 વર્ષ જૂના સ્ટેન્ડ પર અડગ છે. જ્યારે અમેરિકાના ટ્વીન ટાવર્સ પર હુમલા બાદ અમેરિકાએ તાલિબાનને ઓસામા બિન લાદેનને સોંપવા માટે જણાવ્યું હતું. એ સમયે ઓસામા બિન લાદેન અફઘાનિસ્તાનમાં રહેતો હતો અને અલ કાયદા તે સમયે ખૂબ જ શક્તિશાળી આતંકવાદી સંગઠન હતું. જે સમયે અમેરિકા પર હુમલો થયો હતો તે સમયે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર હતી અને તાલિબાનોએ ઓસામા બિન લાદેનને અમેરિકાને સોંપવાનો ઇન્કાર કર્યો હતો.

bin Laden

અમેરિકાએ હુમલો કર્યો

9/11ના હુમલા બાદ જ્યારે તાલિબાને ઓસામા બિન લાદેનને અમેરિકાને સોંપવાનો ઇન્કાર કર્યો હતો, ત્યારે અમેરિકાએ નાટોની મદદથી અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું હતું. તે સમયે કાબુલમાં અલ કાયદાની સરકાર હતી અને તાલિબાનના વડા મુલ્લા ઉમર હતા.

અમેરિકાએ થોડા દિવસોમાં તાલિબાનને રાજધાનીમાંથી હાંકી કાઢ્યા અને પછીથી તાલિબાનના સ્થાપક મુલ્લા ઉમરને ઉડાવી દીધો અને ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં છૂપાઈ ગયો. વર્ષ 2011માં યુએસ સીલ ફોર્સે પાકિસ્તાનના એબોટાબાદમાં એક ગુપ્ત મકાનમાં ઘૂસીને ઓસામા બિનને મારી નાખ્યો હતો. હવે અમેરિકા અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળી ગયું છે, પરંતુ 20 વર્ષ લડ્યા બાદ પણ તાલિબાને અમેરિકા પરના હુમલામાં ઓસામા બિન લાદેનનો હાથ હોવાનું સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.

English summary
The Taliban, which is going to form a government again in Afghanistan, is still sticking to the 20-year-old thing. The Taliban has made it clear once again that Osama bin Laden was not involved in the 9/11 attacks in the United States and that there is not a single piece of evidence against him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X