મહિલાએ સેન્ડવિચ ખાધી અને થઈ ગઈ ગર્ભવતી

દુનિયામાં ઘણી વિચિત્ર ઘટનાઓ સામે આવી છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. આવો જ એક કિસ્સો અમેરિકાના કેલિફોર્નિયાથી સામે આવ્યો છે, જ્યાં એક મહિલા સેન્ડવીચ ખાધા બાદ ગર્ભવતી બની હતી, જેની જાણ તેને પાંચ મહિના થઈ હતી.

વોશિંગ્ટન : દુનિયામાં ઘણી વિચિત્ર ઘટનાઓ સામે આવી છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. આવો જ એક કિસ્સો અમેરિકાના કેલિફોર્નિયાથી સામે આવ્યો છે, જ્યાં એક મહિલા સેન્ડવીચ ખાધા બાદ ગર્ભવતી બની હતી, જેની જાણ તેને પાંચ મહિના થઈ હતી. તમને આશ્ચર્ય થયુંને? સોશિયલ મીડિયા પર એક મહિલાએ કરેલી પોસ્ટ ભારે વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં મહિલાએ લખ્યું કે, સેન્ડવીચે તેને પાંચ મહિનાની ગર્ભવતી બનાવી દીધી છે.

The woman ate a sandwich and became pregnant

મજાકમાં માતાને કહ્યું - સેન્ડવીચ ખાવાથી ગર્ભવતી થઈ

કેલિફોર્નિયા નિવાસી જાસ્મીન મિલરે આ આશ્ચર્યજનક દાવો કરીને સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. પોસ્ટમાં જાસ્મીને કહ્યું કે, તેણે મનપસંદ સેન્ડવીચ મંગાવી હતી, પરંતુ તેને ખાધાના એક દિવસ પછી તેનું પેટ બહાર આવવા લાગ્યું હતું. જાસ્મિનના જણાવ્યા મુજબ, તેની માતાએ તેને જણાવ્યું હતું કે, તેનું પેટ બહાર નીકળી રહ્યું છે. જેના જવાબમાં તેણે કહ્યું કે, સેન્ડવીચ ખાવાથી તેનું પેટ ફૂલી રહ્યું છે.

પાંચમા મહિના બાદ જાણ થઈ

પાંચમા મહિના બાદ જાણ થઈ

જાસ્મિન મિલરે મજાકમાં તેની માતાને કહ્યું કે, તે સેન્ડવિચ ખાધા પછી ગર્ભવતી બની છે. આ પછી, તેણીએ પ્રેગ્નેન્સી કીટ લઈને તેનો ટેસ્ટ કર્યો હતો.

જાસ્મિન અનેતેની માતા બંનેએ ટેસ્ટ કર્યા બાદ બતાવેલા પરિણામોથી આશ્ચર્ય થયું હતું. 24 વર્ષીય જાસ્મિનને તેની ગર્ભાવસ્થા વિશે કોઈ ખ્યાલ ન હતો, તેને જાણ થઈ કે તે પાંચમહિનાની ગર્ભવતી છે.

હવે સેન્ડવીચ ખાધા પછી પ્રેગ્નન્સીના સમાચાર મળ્યા બાદ જાસ્મિન મજાકમાં કહે છે કે, તે સેન્ડવીચ ખાધા બાદ ગર્ભવતી થઈ છે.

સગર્ભાવસ્થા માટે સેન્ડવિચ જવાબદાર ન હતું

સગર્ભાવસ્થા માટે સેન્ડવિચ જવાબદાર ન હતું

જાસ્મિનની પ્રેગ્નન્સીનું કારણ સેન્ડવીચ નથી પણ તેનો પ્રેમ છે. તે ઘણા વર્ષોથી તેના બોયફ્રેન્ડ સાથે રિલેશનશિપમાં છે, પરંતુ બંને પરિવારને વધારવાનું બિલકુલવિચારતા ન હતા.

સગર્ભાવસ્થા ટાળવા માટે જાસ્મિન લાંબા સમયથી જન્મ નિયંત્રણની ગોળીઓ લેતી હતી, આ જ કારણ હતું કે, તેણીને તેના પેટમાં રહેલા બાળકનીખબર ન પડી હતી. જાસ્મિન અને તેનો બોયફ્રેન્ડ ગર્ભવતી હોવાના સમાચારથી ચોક્કસપણે ચોંકી ગયા છે, પરંતુ તેઓએ તેનો સ્વીકાર કર્યો છે.

7મા મહિનામાં જ થયો બાળકનો જન્મ

7મા મહિનામાં જ થયો બાળકનો જન્મ

જાસ્મીને થોડા અઠવાડિયા પહેલા એક સુંદર પુત્રીને જન્મ આપ્યો હતો, જેનું નામ તેણે લાઇટન રાખ્યું હતું. પાંચ મહિનાની ગર્ભવતી હોવાથી, તે બાળકને ગર્ભપાત કરાવી શકતી ન હતી, જોકે તે ગર્ભવતી હોવાની પુષ્ટિ કર્યા બાદ, તેણી અને તેની માતા બંનેએ બાળકની સંભાળ લીધી હતી.

લાઈટનનો જન્મ 7મા મહિનામાં જ થયો હતો. પ્રી-મેચ્યોર હોવાને કારણે તેને લાંબા સમય સુધી આઈસીયુમાં રાખવામાં આવી હતી. હવે જાસ્મિન અને તેની પુત્રી બંને સ્વસ્થ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X