For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2023 નું વર્ષ નોકરી માટે બહુ સારૂ નહીં હોય, ઘણી કંપનીઓ કર્મચારીઓની છટ્ટણી કરવાની તૈૈયારીમાં

મળી રહેલા સમાચારો પર વિશ્વાસ કરીએ તો 2022ની જેમ 2023નું વર્ષ પણ નોકરી માટે બહુ સારૂ નહીં રહે અને વૈશ્વિક કંપનીના હજારો લોકોની નોકરી જઈ શકે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

છેલ્લા કેટલાક સમયથી દુનિયાભરમાં મોટી ટેક કંપનીઓમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે ત્યારે હવે વધુ એક ટેન્શન વધારનારા સમાચાર સામે આવ્યા છે. મળી રહેલા સમાચારો પર વિશ્વાસ કરીએ તો 2022ની જેમ 2023નું વર્ષ પણ નોકરી માટે બહુ સારૂ નહીં રહે અને વૈશ્વિક કંપનીના હજારો લોકોની નોકરી જઈ શકે છે.

jobs

અહેવાલો અનુસાર ઘણી મોટી કંપનીઓને તેમના પ્રદર્શનમાં ચિંતાજનક સ્થિતી સર્જાવાની ચિંતા થઈ રહી છે. વિગતો અનુસાર, વિશ્વની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની એમેઝોનની સોફ્ટવેર અને એન્ટરપ્રાઇઝ કંપનીએ તેના 25 હજાર કર્મચારીઓને છુટા કરવા આદેશ કર્યો છે.આ સિવાય દુનિયાની ઘણી મોટી ટેક કંપનીઓએ છટણીની જાહેરાત કરી છે.

વેબસાઇટ layoff.fy અનુસાર, 1 થી 5 જાન્યુઆરી વચ્ચે 28,000 હજારથી વધુ કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. ગયા વર્ષે ટેક કંપનીઓએ 17,000 થી વધુ કર્મચારીઓને છુટ્ટા કર્યા હતા.

મીડિયા અહેવાલો અનુસાર, કોરોના મહામારીની શરૂઆતથી અત્યારસુધીમાં 1,53,110 ટેક કર્મચારીઓએ નોકરી ગુમાવી છે. જે કંપનીઓમાંથી કર્મચારીઓની છટ્ટણી કરાઈ છે તેમા ફેસબુકની પેરેન્ટ કંપની મેટા, ટ્વિટર, ઓરેકલ, નવીદા, સ્નેપ અને ઉબેર જેવી ઘણી કંપનીઓ સામેલ છે.

વિશ્વની સૌથી મોટી ટેક કંપની Google પણ ફરી એકવાર તેના કર્મચારીઓની છટણી કરી શકે છે. ધ ઇન્ફોર્મેશનના એક અહેવાલ અનુસાર, ગુગલ તેના ઓછામાં ઓછા 6 ટકા સ્ટાફની છટણી કરી શકે છે. આ સ્થિતિમાં ઓછામાં ઓછા 11,000 કર્મચારીઓની રોજગારી જોખમમાં છે. આ સાથે ગૂગલ સ્ટાફને રેટિંગ અનુસાર બોનસ અને અન્ય સુવિધાઓ પણ મળશે. કંપની કર્મચારીઓને આપવામાં આવતા બોનસ અને પગારનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહી છે. ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ તાજેતરમાં કહ્યું હતું કે તેઓ છટણી દ્વારા તેમની કંપનીને 20 ટકા વધુ અસરકારક રીતે ચલાવવા માંગે છે.

અહીં વધુ માહિતી અનુસાર, જાયન્ટ ટેક કંપની માઈક્રોસોફ્ટ ઘણા કર્મચારીઓની છટણી કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની હજાર કર્મચારીઓને છુટ્ટા કરી શકે છે. એપલનું માર્કેટ કેપ એક વર્ષના નીચલા સ્તરે ગયું છે. વર્ષ 2021 થી અત્યાર સુધીમાં કંપનીનું માર્કેટ કેપ ઘટીને 1 ટ્રિલિયન ડોલર થઈ ગયું છે. કંપનીની સૌથી મોટી ફેક્ટરી ચીનના ઝેંગઝોઉમાં આવેલી છે, જેમાં 90 ટકા સુધીનું કામ હવે ફરી શરૂ થઈ ગયું છે. તાજેતરમાં આ ફેક્ટરીમાં કામદારોના પ્રદર્શનને કારણે આઇફોન ઉત્પાદનનું કામ બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તેને ફરીથી શરૂ કરાયુ છે. જો કે હજુ સુધી કોઈ છટ્ટણીની જાહેરાત કરી નથી.

English summary
The year 2023 will not be very good for jobs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X