2022માં વિશ્વની આ મોટી હસ્તીઓએ દુનિયા છોડી, જુઓ પુરી યાદી

2022નું વર્ષ પુરૂ થઈ રહ્યુ છે ત્યારે આ વર્ષે ઘણા મોટા વૈશ્વિક નામો દુનિયા છોડીને જતા રહ્યા. આ યાદીમાં ઘણા મોટા નામ સામેલ છે.

2022નું વર્ષ હવે પુરૂ થવામાં છે. કોવિડના બે વર્ષ બાદ ધીરે ધીરે જનજીવન પાટા પર ચડ્યુ છે ત્યારે હવે આ વર્ષના લેણાં-દેણાંનો હિસાબ થઈ રહ્યો છે. હિસાબ તપાસતા ખબર પડે છે કે આ વર્ષે ઘણી મોટી વિદેશી હસ્તીઓ આ દુનિયા છોડીને ગઈ છે.

શેર્ન વોર્ન

શેર્ન વોર્ન

ક્રિકેટની દુનિયાનો એક મોટો શિતારો આ વર્ષે અસ્ત પામ્યો. ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં મોટુ નામ અને તેની સ્પિન બોલિંગ માટે દુનિયાભરમાં ફેમસ શેર્ન વોર્નનું પણ આ વર્ષે અવસાન થયુ. શેર્ન વોર્નને હાલમાં જ સ્પોર્ટ ઓસ્ટ્રેલિયા હોલ ઓફ ફેમમાં'લેજેન્ડનો દરજ્જો આપવામાં આવ્યો છે. વોર્ન ઓસ્ટ્રેલિયામાં સૌથી પ્રતિષ્ઠિત ખેલ સન્માન મેળવનાર પાંચમા ક્રિકેટર છે.

શિન્ઝો અબે

શિન્ઝો અબે

ભારતનું સારા મિત્ર રાષ્ટ્ર જાપાને આ વખતે તેના એક મોટા નેતાને ગુમાવ્યા. જાપાનના પુર્વ પ્રધાનમંત્રી શિન્ઝો અબેની ગોળી મારીને હત્યા કરવામાં આવી. શિન્ઝો અબે એક વૈશ્વિક નેતા હતા અને ભારત પ્રત્યે લગાવ રાખતા હતા. તેમના કાર્યકાળ દરમિયાન ભારત અને જાપાને ઘણી બાબતોમાં સાથે કામ કર્યુ અને દ્વિપક્ષિય સંબંધોને મજબુત કર્યા.

શેખ ખલીફા બિન ઝાયેદ

શેખ ખલીફા બિન ઝાયેદ

સંયુક્ત આરબ અમિરાતના શાસક શેખ ખલીફા બિન ઝાયેદનું પણ આ વર્ષે અવસાન થયુ. શેખ ખલીફા બિન ઝાયેદ એક મોટા ગજાના નેતા હતા અને તેના માનમાં ભારતમાં એક દિવસનો શોક પણ જાહેર કરાયો હતો. શેખ ખલીફા બિન ઝાયેદનું આ વર્ષે 14 મેં 2022ના રોજ 73 વર્ષની ઉમરે અવસાન થયુ.

મહારાણી એલિઝાબેથ દ્વિતિય

મહારાણી એલિઝાબેથ દ્વિતિય

આ વર્ષે સૌથી વધુ ચર્ચામાં રહેનાર સેલિબ્રિટી બ્રિટનના સ્વર્ગિય મહારાણી એલિઝાબેથ દ્વિતિય હતા. એલિઝાબેથ દ્વિતિયનું 8 સપ્ટેમ્બર 2022ના રોજ 96 વર્ષની અવસાન થયું. હતું. એલિઝાબેથ દ્વિતિય બ્રિટનના સૌથી લાંબો સમય સુધી શાસન કરનાર વ્યક્તિ હતા. તેમના માનમાં પણ ભારતમાં એક દિવસના શોકનું એલાન કરાયુ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X