For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Omicron ના આ લક્ષણો સ્કિન પર જોવા મળશે, જોતા જ થઇ જાવ સાવધાન

કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના વધતા જતા કેસને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વની સામે એક નવી સમસ્યા ઉભી થઈ છે. આ દરમિયાન નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, ઓમિક્રોનના એક લક્ષણ છે, જેના વિશે લોકો જાણતા નથી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના વધતા જતા કેસને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વની સામે એક નવી સમસ્યા ઉભી થઈ છે. આ દરમિયાન નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, ઓમિક્રોનના એક લક્ષણ છે, જેના વિશે લોકો જાણતા નથી, પરંતુ તેને સરળતાથી ઓળખી શકાય છે. તમારે સાવચેત રહેવાની જરૂર છે.

ઓમિક્રોન ત્વચાને કેવી રીતે અસર કરે છે?

ઓમિક્રોન ત્વચાને કેવી રીતે અસર કરે છે?

ધ સન માં પ્રકાશિત એક અહેવાલ અનુસાર Omicron ના સતત વધી રહેલા ખતરા વચ્ચે તમારી ત્વચા પર વિશેષ ધ્યાન આપો. કારણ કે, નવા પ્રકારથી તમારીત્વચા પર ફોલ્લીઓ થઈ શકે છે. તેમાં પણ ઘણી ખંજવાળ આવે છે.

જો Omicron સંક્રમિત હોય તો ત્વચામાં આ સમસ્યાઓ થશે

જો Omicron સંક્રમિત હોય તો ત્વચામાં આ સમસ્યાઓ થશે

ZOE કોવિડ સિમ્પટમ સ્ટડી એપ અનુસાર જ્યારે કોઇ ઓમિક્રોનથી સંક્રમિત થાય છે, ત્યારે ત્વચા પર ફોલ્લીઓ થાય છે. નિષ્ણાતો તેને ઓમિક્રોનનું મુખ્ય લક્ષણગણાવી રહ્યા છે. ઓમિક્રોનથી સંક્રમિત થવાથી તમારી ત્વચાને બે રીતે અસર થાય છે. પ્રથમ એ છે કે તમારી ત્વચા પર અચાનક ઘણા ફોલ્લીઓ છે.

ફોલ્લી પર ખંજવાળ આવે છે. જેમાં સૌથી વધુ ખંજવાળ હથેળી અને તળિયામાં થાય છે. બીજા તબક્કામાં ત્વચા કાંટાદાર બને છે. આ ગરમીના ફોલ્લીઓ (અળાઇ) મોટેભાગે કોણી અને ઘૂંટણમાં થાય છે.

ટીનેજર્સને થઈ રહી છે ત્વચાની વધુ સમસ્યા

ટીનેજર્સને થઈ રહી છે ત્વચાની વધુ સમસ્યા

ઓમિક્રોનથી સંક્રમિત થયા બાદ ત્વચા પર ફોલ્લીઓની સમસ્યા પુખ્ત વયના લોકો કરતાં કિશોરોમાં વધુ જોવા મળે છે. ડૉક્ટર ડેવિડ લોયડે જણાવ્યું હતું કે, ઓમિક્રોનથીસંક્રમિત 15 ટકા કિશોરોને ત્વચા પર ચકામા હતા. આ સિવાય તેમને થાક, માથાનો દુઃખાવો અને ભૂખ ન લાગવાની સમસ્યા પણ હતી.

નોંધપાત્ર રીતે કોરોના વાયરસ ઓમિક્રોનના નવા પ્રકારના મુખ્ય લક્ષણોમાં નાક વહેવું, ગળામાં કાંટા પડવા, છીંક આવવી, પીઠનો દુઃખાવો, સ્નાયુઓમાં દુઃખાવો અનેરાત્રે પરસેવો શામેલ છે.

ઓમિક્રોન સાથે જોડાયેલા અભ્યાસમાં સામે આવી આ વાત

ઓમિક્રોન સાથે જોડાયેલા અભ્યાસમાં સામે આવી આ વાત

જો કે કેટલાક અભ્યાસમાં સામે આવ્યું છે કે, ઓમિક્રોન કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ઓછું ખતરનાક છે અને તેનાથી સંક્રમિત થવા પર હોસ્પિટલમાં દાખલ થવાનીશક્યતા 50 થી 70 ટકા ઓછી છે, પરંતુ નવો વેરિઅન્ટ ડેલ્ટા કરતાં વધુ ઝડપથી ફેલાય છે.

English summary
These symptoms of Omicron will be seen on the skin, be careful as soon as you see it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X