માત્ર 11 રૂપિયા લઈને પોતાને ભાડે આપે છે આ યુવતી, જાણો આવુ કેમ કરે છે?
આ જમાનામાં માત્ર 11 રૂપિયામાં શું આવે? એક સારી ચોકલેટ લેવા માટે પણ તમારે એનાથી ક્યાંય વધારે રૂપિયા ચુકવવા પડે છે. જો કે તેમ છત્તા એક યુવતી એવી છે જે માત્ર 11 રૂપિયા જેવી નજીવી રકમમાં પોતાને ભાડે છે.
અહેવાલો અનુસાર, બેઇજિંગમાં રહેતી આ યુવતી માત્ર એક યુઆન એટલે કે 14 યુએસ સેન્ટ અને 11.61 ભારતીય રૂપિયા જેટલી મામુલી રકમમાં પોતાને જ ભાડે આપી રહી છે. પેગી નામની આ 26 વર્ષની આ યુવતી મે મહિનાથી ચાઈનીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xiaohongshu પર આ સેવા ઓફર કરી રહી છે.

સાઉથ મોર્નિંગ ચાઇના પોસ્ટના એક અહેવાલ અનુસાર, આ યુવતી કહે છે કે તે પોતાને જીવંત અનુભવવા લોકોની સાથે એવા કામ કરવા માંગે છે જે તે એકલા કરવાની હિંમત કરતા નથી.
સૌથી મોટી વાત એ છે કે તેને અત્યારસુધીમાં ત્રણ ભાડુઆત પણ મળ્યા છે. એક શરમાળ પ્રોગ્રામર પાર્કમાં ફુગ્ગા વેચવા માંગે છે. એક એકલો યુનિવર્સિટી સ્નાતક રોક ક્લાઇમ્બીંગ કરવા માંગે છે અને એક માણસ જે મેકડોનાલ્ડ્સ ચિલ્ડ્રન્સ ડે ગેમ્સ ઇવેન્ટમાં ભાગ લેવાની ઈચ્છા રાખે છે.
ઉત્તર પશ્ચિમ ચીનના શિનજિયાંગ ઉઇગુર સ્વાયત્ત પ્રદેશની પ્રવાસી પેગીએ બેઇજિંગની યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ પ્રદેશની રાજધાની ઉરુમકીમાં સતત કામ શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ ન મળ્યુ, તે પછી પેગીએ 2021 માં બેઇજિંગ પરત ફરવાનું નક્કી કર્યું.
પેગી અનુસાર, ઘણી નોકરીઓ પછી તેને તેમાંથી કોઈ પસંદ ન આવી. પેગીએ જીવનનો અર્થ શોધવાના પ્રયાસમાં પોતાને અજાણ્યા લોકોને ભાડે આપવાનું શરૂ કર્યું. પેગીએ કહ્યું કે તેની એક યુઆનની નજીવી ફી માત્ર એક ઔપચારિકતા છે. કામ દરમિયાન થયેલ કોઈપણ ખર્ચ ભાડે લેનાર દ્વારા ચૂકવવામાં આવે છે.
જો કે ચીનમાં આવી ઘટના પહેલી નથી, છેલ્લા કેટલાક વર્ષોથી આવી સેવાઓની જાહેરાતો વાયરલ થઈ રહી છે.












Click it and Unblock the Notifications
