આ છે દુનિયાના સૌથી અમીર નેતા, સંપતિના આંકડામાં ઝીરો ગણતા જ રહેશો
ઉત્તર કોરિયન તાનાશાહ કિમ જોંગ ઉન અધધ સંપતિના માલિક છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કિમ જોંગ ઉન પાસે 5 બિલિયન ડોલરની સંપતિ છે.
આ દિવસોમાં દુનિયામાં અમીર લોકોની ખુબ ચર્ચા છે. આ ચર્ચા વચ્ચે એક ચર્ચા દુનિયાના સૌથી અમીર નેતાઓની પણ થઈ રહી છે. દુનિયાના ઘણા અમીરો રૂપિયા સાથે સાથે રાજનીતિમાં પણ ટોપ પર છે. આ લિસ્ટમાં રાષ્ટ્રપતિ પુતિનથી લઈને ઋષિ સુનકના નામ સામેલ છે.

ઋષિ સુનક
મુળ ભારતના અને હાલના બ્રિટનના વડાપ્રધાનની ગણતરી દુનિયાના અમીર નેતાઓમાં થાય છે. એક રિપોર્ટ અનુસાર, ઋષિ સુનક અને તેમની પત્ની 843 મિલિયન ડોલરની સંપતિના માલિક છે.

વોલોડીમીર ઝેલેન્સકી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી રશિયાના હુમલા પછી સતત ચર્ચામાં છે. વોલોડીમીર ઝેલેન્સકી પણ દુનિયાના અમીર નેતાઓમાં સામેલ છે. એક અંદાજ મુજબ ઝેલેન્સકીની કુલ સંપતિ 20 મિલિયન ડોલ આસપાસ છે.

જસ્ટિન ટ્રુડો
દુનિયાના નોંધપાત્ર અમીર નેતાઓની લિસ્ટમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું નામ પણ સામેલ છે. અહેવાલો અનુસાર, જસ્ટિન ટ્રુડો પાસે 13 મિલિયન ડોલરની સંપતિ છે. જસ્ટિન ટ્રુડોનો પરિવાર પહેલેથી જ અમીર છે.

સિરિલ રામાફોસા
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા દુનિયાના અમીર નેતાઓમાં આગળ છે. રામાફોસાની કુલ સંપતિ 2 લાખ 12 હજાર છે. રામાફોસાને 2 લાખ 12 હજાર ડોલરનો તગડો પગાર મળે છે.

રેસેપ તૈયપ એર્દોગન
તુર્કીના પીએમ રેસેપ તૈયપ એર્દોગન પણ દુનિયાના અમીર નેતાઓમાં સામેલ છે. રિપોર્ટ અનુસાર વડાપ્રધાન રેસેપ તૈયપ એર્દોગનની કુલ સંપતિ 50 મિલિયન ડોલરની આસપાસ છે.

કિમ જોંગ ઉન
ઉત્તર કોરિયન તાનાશાહ કિમ જોંગ ઉન અધધ સંપતિના માલિક છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કિમ જોંગ ઉન પાસે 5 બિલિયન ડોલરની સંપતિ છે. આ સિવાય કિમ પાસે ચીન, ઑસ્ટ્રિયા, રશિયા અને સ્વિટ્ઝર્લેન્ડ સહિતના દેશોમાં 200 થી વધુ બેંક ખાતાઓ છે.

વ્લાદિમીર પુટિન
દુનિયાના સૌથી શક્તિશાળી નેતાઓમાં સામેલ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 200 બિલિયન ડોલરની સંપતિના માલિક છે. રશિયાના વિપક્ષી નેતા એલેક્સી નેવલનીએ પુતિન પર પૈસાના ઝનૂનનો આરોપ પણ લગાવ્યો છે.












Click it and Unblock the Notifications
