પુરૂષોથી ડરે છે આ ટીવી સ્ટાર, બાળક પેદા કરવા માટે ડોનર શોધી રહી છે!
અમેરિકાની જાણતી ટીવી સ્ટાર આજકાલ તેના એક નિવેદનને લઈને ચર્ચામાં છે. જાણીતી ટીવી સેલિબ્રિડી અને ટીવી સ્ટાર લેલે કેંટ જણાવી રહી છે કે તેને હવે બાળક માટે સ્પર્મ ડોનરની જરૂર છે.
અમેરિકાની જાણતી ટીવી સ્ટાર આજકાલ તેના એક નિવેદનને લઈને ચર્ચામાં છે. જાણીતી ટીવી સેલિબ્રિડી અને ટીવી સ્ટાર લેલે કેંટ જણાવી રહી છે કે તેને હવે બાળક માટે સ્પર્મ ડોનરની જરૂર છે. લેલે કેંટ હાલમાં જ તેના પાર્ટનગરથી અલગ થઈ છે અને હવે તેને આ જાહેરાત કરી છે.

લેલે કેંટ તેના નિવેદનને લઈને ચર્ચમાં છે
લેલે કેંટે તેના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે આવતા વર્ષે બાળકની માતા બની શકે છે.તે બાળક માટે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે IVF ને બદલે ઇન્ટ્રાઉટેરિન ઇન્સેમિનેશન એટલે કેIUI પસંદ કરી શકે છે.

બાળક માટે સ્પર્મ ડોનર શોધી રહી છે
અમેરિકન ટીવી સ્ટાર લેલે કેંટ પહેલાથી જ એક બાળકની માતા છે. લેલે તમામ વાતોને શેર કરતી રહે છે. હવે લેલે કેંટે જાહેરાત કરી છે કે, તેને બાળક માટે સ્પર્મ ડોનરની જરૂર છે. તે સ્પર્ડ ડોનેશન લઈને બાળકને જન્મ આપવા માંગે છે.

લેલે કેંટ પહેલેથી જ એક બાળકની માતા છે
લેલે કેંટે તેના આવનારા બાળક માટે સ્પર્મ ડોનરની શોધ શરૂ કરી છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેને કહ્યું કે, મારો મંગેતર બેવફા નીકળો છે. હું ફરીથી કોઈ પુરુષ સાથે જોખમ લઈ શકું નહીં. મારી એક પુત્રી છે, જેને હું ખૂબ પ્રેમ કરીશ, પરંતુ હવે નવું બાળક સ્પર્મ ડોનરની મદદથી આવશે.

લેલે કેંટ સાલ્ટ લેક સિટીમાં રહે છે
લેલે કેંટ સાલ્ટ લેક સિટીમાં રહે છે અને અમેરિકાની જાણીતી ટીવી સ્ટાર છે. તેને સોશિયલ મીડિયા પર લાખો લોકો ફોલો કરે છે. લેલેના આ નિર્ણયનો ઘણા ફેન્સ સાથ આપી રહ્યા છે.

લેલેને પુરૂષો પર ભરોશો નથી
લેલે તેના જૂના અનુભવથી દુખી છે. તેને કહ્યું કે, મારી લાઈફમાં પહેલા મારી સાથે જે કંઈ પણ થયું છે તેનાથી હું ખૂબ ડરી ગઈ છું. એટલા માટે હું અત્યારે નવા બોયફ્રેન્ડ સાથે સંબંધ બાંધવા માંગતી નથી.

લેલે કેંટે 51 વર્ષીય ફિલ્મ પ્રોડ્યુસર સાથે લગ્ન કર્યા હતા
અહીં તમને જણાવી દઈએ કે, લેલે કેંટે 51 વર્ષીય ફિલ્મ પ્રોડ્યુસર સાથે લગ્ન કર્યા હતા પરંતુ થોડા સમય પછી તેમના સંબંધોમાં તિરાડ પડી અને બન્ને અલગ થઈ ગયા. હવે લેલે ઉનાળા સુધીમાં બાળકની ઉમ્મીદ કરી રહી છે.

લેલે કેંટ ટીવી સાથે સાથે મોડલિંગ પણ કરે છે
લેલે કેંટ ટીવી સાથે સાથે મોડલિંગ પણ કરે છે. તે કેટલીક મોટી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે. લેલેના ચાહકો તેની દરેક પોસ્ટને આવકારે છે. તેના વિશે એવું પણ કહેવાય છે કે કોઈ પણ ગોડફાધર વગર તેણે પોતાની મહેનતના જોરે આ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવી છે.












Click it and Unblock the Notifications
