દક્ષિણ એશિયામાં શાંતિ પર ચિંતા વ્યક્ત કરી સુષ્મા સ્વરાજે

Posted By:
Subscribe to Oneindia News

સંયુક્ત રાષ્ટ્ર સભાની બેઠકમાં ભાગ લેવા ન્યૂર્યોર્ક પહોંચેલી વિદેશી મંત્રી સુષ્મા સ્વરાજે શુક્રવારે ફરી એક વાર પાકિસ્તાન પર નિશાન તાક્યું. પાકિસ્તાન પર પરોક્ષ રૂપથી હુમલો કરતા સુષ્માએ કહ્યું કે દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે ખતરારૂપ બને તેવી અનેક ઘટનાઓ વધી રહી છે. તેમણે કહ્યું કે ક્ષેત્રીય સમૃદ્ધિ, સંપર્ક અને સહયોગ ખાલી શાંતિ અને સુરક્ષિત માહોલ વચ્ચે જ થઇ શકે છે. હાલના સમયે તેની પર મોટા ખતરો તોળાઇ રહ્યો છે.

sushma swaraj

સાથે જ તેમણે કહ્યું કે અમારા ક્ષેત્રના અસ્તિત્વ માટે તે જરૂરી છે કે કોઇ પણ ભેદભાવ કે પારિસ્થિતિક તંત્રને નુક્શાન પહોંચાડ્યા સિવાય આતંકવાદનો તમામ સ્વરૂપે જડથી નિકાલ થાય. સાથે જ સુષ્માએ કહ્યું કે ભારત આજે તેના પડોશી દેશો સાથે સંબંધ બનાવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. નોંધનીય છે કે આ પહેલા પણ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે બ્રિક્સ દેશો માટે થનારી બેઠકમાં પણ પાકિસ્તાનને સામે નિશાનો તાક્યો હતો. અને તેને આતંકીઓનું શરણસ્થળ ગણાવ્યું હતું.

English summary
Threats endangering South Asias peace and stability are on the rise: Sushma Swaraj

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.