આજનો ચંદ્ર રોજ કરતા 14 ટકા મોટો અને 30 ટકા વધુ ચમકશે, આ સમયે અવકાશમાં જોવા મળશે સુપરમુન
અવકાશી નજારાઓ જોવાના શોખિન લોકો માટે આજે સુવર્ણ અવસર છે. આ જે અવકાશમાં સુપરમુન જોવા મળશે. એટલે કે ચંદ્રમાં રોજની સરખામણીમાં 14 ટકા મોટો અને 30 ગણો ચમકતો જોવા મળશે.રાતે 12.02 મીનીટે તમે આ અદભુત નજારાનો આનંદ લઈ શકો છો.
સુપરમુન એક ખગોળીય ઘટના છે અને આ ત્યારે દેખાય છે જ્યારે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર સૌથી ઓછું થઈ જાય છે. પૃથ્વીથી એકદમ નજીક હોવાને કારણે ચંદ્ર મોટો અને તેજસ્વી દેખાય છે. આજે આ અદભુત નજારો જોઈ શકાશે.

સુપરમુન દરમિયાન 1 ઓગસ્ટ એટલે કે આજે રાત્રે ચંદ્ર પૃથ્વીથી 3,57,264 કિલોમીટર દૂર હશે. જ્યારે સામાન્ય રીતે આ અંતર 4,05,000 કિમી હોય છે. ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક આવે ત્યારે આ અંતર 3,63,104 કિમી થઈ જાય છે.
માત્ર ભારત જ નહીં 1 ઓગસ્ટે વિશ્વભરમાં સુપરમૂન જોવા મળશે. આ દરમિયાન ચંદ્રનું કદ સામાન્ય કરતા 14 ટકા મોટુ અને 30 ટકા વધુ ચમકશે. ભારતમાં આ નજારો મંગળવારે રાત્રે 12:02 વાગ્યે જોવા મળશે.
જણાવી દઈએ કે, ચંદ્ર દર 27 દિવસે પૃથ્વીની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરે છે. પૂર્ણિમા પણ 29.5 દિવસમાં એકવાર આવે છે. સુપરમૂન દરેક પૂર્ણિમાએ નથી જોવા મળતો પરંતુ દરેક સુપરમૂન પૂર્ણિમા પણ જ જોવા મળે છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ અંડાકારમાં ફરે છે. તેથી પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર રોજ બદલાતું રહે છે.
જુલાઈ મહિનામાં જોવા મળતા સુપરમૂનને બક મૂન પણ કહેવામાં આવે છે. હિન્દીમાં બકનો અર્થ પુખ્ત નર હરણ થાય છે. આ વર્ષના એ સમયના સંદર્ભમાં કહેવાય છે જ્યારે હરણ નવા શિંગડા ઉગાડે છે. કેટલીક જગ્યાએ જુલાઈ સુપરમૂનને થંડર મૂન પણ કહેવામાં આવે છે. આ મહિનામાં વાદળોની ગરજ અને વીજળી સામાન્ય હોય છે.












Click it and Unblock the Notifications
