For Quick Alerts
For Daily Alerts
અમેરિકામાં સૅન્ડીનો કહેર, 40 લોકોના મોત
ન્યૂયોર્કમાં ભારે વરસાદના અને ઝડપી પવનના કારણે 10 લોકોના મોત નિપજ્યાં છે. શહેરમાં આગ લાગવાના કારણે અંદાજે 100 ઘર નષ્ટ થયા છે અને ફાયર બ્રિગેડના કર્મીઓ તેના પર કાબુ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે.
ન્યૂજર્સીમાં તોફાની ઝડપ 80 માઇલ પ્રતિ કલાક છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો રહી રહ્યાં છે. તટીય વિસ્તારમાં 13 ફૂટ સુધીના મોજા ઉછળી રહ્યાં છે. આ તોફાનના કારણે 6 નવેમ્બરે થનારી રાષ્ટ્રપતિની ચૂંટણીનું પ્રચાર અભિયાન પણ પ્રભાવિત થયું છે. ફોક્સ ન્યૂઝે જણાવ્યા અનુસાર સૅન્ડીએ નોતરેલી તબાહીમાં અત્યારસુધી 40 લોકોના મોત નિપજ્યા છે. પ્રચાર અભિયાનને અધવચ્ચે રોકીને વ્હાઇટ હાઉસ પરત ફરેલા રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ન્યૂયોર્ક અને ન્યૂજર્સીના વિસ્તારોમાં આવેલા આ ભયાનક તોફાનને સૌથી મોટી મુશ્કેલી ગણાવી છે.
Comments
sandy america storm hurricane sandy death new york સૅન્ડી અમેરિકા યુએસ વાવાઝોડું સૅન્ડી તોફાન મૃત્યું ન્યૂયોર્ક
English summary
sandy storms U.S. death toll rose to least 48, including three children, and the property damage estimate rose to $20 billion.
Story first published: Wednesday, October 31, 2012, 11:34 [IST]