For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકા: ચીન સેનાની વધતી તાકાત જોખમ બની શકે

અમેરિકાના ટોપ કમાન્ડરે જણાવ્યું કે જે રીતે ચીન પોતાની સેના તાકાત વધારી રહ્યું છે તે એક ખતરાનો સંકેત બની શકે છે. તેના જણાવ્યા મુજબ ચીન અને ત્યાંની સેના જલ્દી અમેરિકા માટે જોરદાર ટક્કર સાબિત થઇ શકે છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

અમેરિકાના ટોપ કમાન્ડરે જણાવ્યું કે જે રીતે ચીન પોતાની સેના તાકાત વધારી રહ્યું છે તે એક ખતરાનો સંકેત બની શકે છે. તેના જણાવ્યા મુજબ ચીન અને ત્યાંની સેના જલ્દી અમેરિકા માટે જોરદાર ટક્કર સાબિત થઇ શકે છે. અમેરિકી સેના કમાન્ડર એડમિરલ હેરી હેરિસ ઘ્વારા આ વાત ત્યારે કહેવામાં આવી જયારે તેઓ અમેરિકી કોંગ્રેસમાં પોતાનું ભાષણ આપી રહ્યા હતા. તેમને ચેતવણી આપતા કહ્યું કે જે રીતે બીજિંગ પારંપરિક સંપત્તિઓ અને વિકાસ માટે નવી નવી તકનીક અને સુરક્ષા ક્ષેત્રમાં નિવેશ કરી રહ્યું છે તે ખરેખર ચિંતાજનક છે.

china military growing fast

દરેક ક્ષેત્રમાં અમેરિકા માટે ટક્કર બનશે ચીન

હેરિસ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ચીનની પ્રભાવશાળી મિલિટરી જલ્દી અમેરિકા માટે લગભગ દરેક ક્ષેત્રમાં ટક્કર બનશે. ચીન તરફથી મિસાઈલ સિસ્ટમમાં પણ ખાસો હેરાન કરો તેવો વિકાસ થયો છે. ચીન પાંચમી પેઢીના ફાઈટર એરક્રાફ્ટ બનાવી રહ્યું છે અને નેવી મામલે પણ ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. એડમિરલ હેરી હેરિસ ઘ્વારા જણાવ્યા મુજબ જો અમેરિકા આ ક્ષેત્ર કોઈ કામ નહીં કરે તો આવનારા સમયમાં તેમને ખુબ જ વધારે સંઘર્ષ કરવો પડે શકે છે.

એડમિરલ હેરી હેરિસ નું માન્યે તો ચીનનો વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટ ખાલી અર્થવ્યવસ્થા ને ગતિ આપવાવાળો પ્રોજેક્ટ નહીં પરંતુ એક રીતે રણરીતિ વાળો રસ્તો છે. જે ચીન તરફથી અમેરિકાને ચુનોતી આપશે.

ચીન ઘ્વારા કરવામાં આવી રહેલો વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં ભારત સૌથી ઉપર છે. ભારતના જણાવ્યા મુજબ ચીનનો આ પ્રોજેક્ટ કાશ્મીરમાં થઇને પસાર થાય છે, જે ભારતનો હિસ્સો છે. ભારતના વિરોધ પછી અમેરિકા સહીત ઘણા દેશોએ ચીનના આ પ્રોજેક્ટનો વિરોધ કરવાનું મન બનાવ્યું છે.

English summary
Top us admiral says china military growing fast can soon rival us
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X