Toshakhana Case: તોષાખાના કેસમાં ઇમરાન ખાન દોષિ કરાર, 3 વર્ષની સજા, લાહોરથી ગિરફ્તાર
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનને તોશાખાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે અને પાકિસ્તાનની એક જિલ્લા અને સેશન્સ કોર્ટે શનિવારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાન ખાનને તોશાખાના કેસમાં દોષિત ઠેરવ્યા છે અને તેમને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે.
અગાઉ 10 મેના રોજ, ઈમરાનને તોશાખાનાની ભેટોની વિગતો છુપાવવા બદલ પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) દ્વારા તેની સામે દાખલ કરવામાં આવેલી ફોજદારી ફરિયાદના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

સમાચાર એજન્સી રોઇટર્સે અહેવાલ આપ્યો છેકે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાનને સરકારી ભેટોને ગેરકાયદેસર રીતે વેચવાના આરોપમાં અદાલત દ્વારા ત્રણ વર્ષની જેલની સજા સંભળાવ્યા બાદ શનિવારે લાહોરમાં ધરપકડ કરવામાં આવી છે.
આજે સુનાવણી દરમિયાન, એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ (ADSJ) હુમાયુ દિલાવરે ચુકાદો આપ્યો હતો કે આ કેસમાં ભૂતપૂર્વ વડા પ્રધાન સામેના આરોપો સાબિત થયા છે.
"ઈમરાન ખાને જાણી જોઈને પાકિસ્તાનના ચૂંટણી પંચને નકલી વિગતો સબમિટ કરી હતી અને તે ભ્રષ્ટાચાર માટે દોષિત ઠર્યા છે," તેમણે કહ્યું. તેણે પીટીઆઈ ચીફને ચૂંટણી અધિનિયમની કલમ 174 હેઠળ ત્રણ વર્ષની જેલમાં મોકલી દીધો છે.
ADSJ દિલાવરે એ પણ નિર્દેશ આપ્યો છે કે કોર્ટના આદેશોના અમલ માટે આદેશની નકલ ઈસ્લામાબાદ પોલીસ વડાને મોકલવામાં આવે.












Click it and Unblock the Notifications
